Homeગામનાં ચોરેSamsungના નવા ફોનની પ્રિ-બુકિંગ માટે VIP પાસ ખરીદવો પડશે

Samsungના નવા ફોનની પ્રિ-બુકિંગ માટે VIP પાસ ખરીદવો પડશે

Team Chabuk Tech Desk : Samsung Galaxy S21 સિરીઝનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. કંપની આગામી ફ્લેગશીપ સ્માર્ટફોનનું પ્રી-બુકિંગ કરવનારા ગ્રાહકોને 3 હજાર 849 રૂપિયાનું ફોન કવર બિલકુલ ફ્રી આપી રહી છે. ફ્રી ફોન કવર હેન્ડસેટ્સ સાથે થનારા ફાયદામાંથી એક છે જે દક્ષિણ કોરિયાઈ કંપની ઓફર કરી રહી છે. તાજેતરમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં દાવો કરાયો હતો કે, Galaxy S21 અને Galaxy S21 Plus સ્માર્ટ ફોનની પ્રી-બુકિંગ કરાવનારા ગ્રાહકોને SmartTag અને Galaxy Buds Live ફ્રી મળશે. જ્યારે જે ગ્રહકો Samsung Galaxy S21 Ultraનું પ્રી-બુકિંગ કરાવે છે તેમને Galaxy SmartTag અને Galaxy Buds Pro ફ્રી આપવામાં આવશે.

Samsung વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર. જે ગ્રાહકો Samsung Galaxy S21 સિરીઝ સ્માર્ટ ફોનનું પ્રી-બુકિંગ કરાવશે તેમને ફ્રી કવર આપવામાં આવશે. જો કે, હાલ Samsungએ એ સ્પષ્ટ નથી કર્યું કે આ ઓફર કયો ફોન ખરીદવા પર લાગુ થશે. જો તમે આ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને જો તમારે ઓફરનો પણ લાભ લેવો છે તો તમે પ્રી-બુકિંગ કરાવી શકો છો.

Samsung Galaxy S21નું પ્રી-બુકિંગ કરાવવા માટે ઈચ્છુક ગ્રાહકોએ VIP પાસ ખરીદવો પડશે. જેની કિંમત 2 હજાર રૂપિયા છે. આ ગ્રાહકોને Galaxy S21 સિરીઝના સ્માર્ટફોનની ડિલિવરી પહેલાં કરવામાં આવશે. VIP પાસ પર મોબાઈલ ખરીદવા પર કુલ બિલ પર 2 હજાર રૂપિયાની છૂટ આપવામાં આવશે.

Samsung Galaxy S21 સિરીઝ સ્માર્ટ ફોનને Galaxy Unpacked 2021  ઈવેન્ટ દરમિયાન લોંચ કરવામાં આવી શકે છે. જેને  Samsung.com  પર લાઈવસ્ટ્રીમ કરવામાં આવશે. આ ઈવેન્ટનું આયોજન 14 જાન્યુઆરીએ મકરસંક્રાતિના દિવસે રાત્રે 8.30 કલાકે યોજાશે.

Samsung Galaxy S21 Ultra સ્પેસિફિકેશન્સ

ડિસપ્લે  6.80 ઈંચ
પ્રોસેસરસેમસંગ એક્સીનોસ 2100
ફ્રંટ કેમરા40 મેગા પિક્સલ
રિઅર કેમેરા 108+12+10+10 મેગાપિક્સલ
રેમ  12 જીબી
સ્ટોરેજ 128 જીબી
બેટરી ક્ષમતા5000 mAh
OS એન્ડ્રોઈડ
રિઝોલ્યૂશન              1440

ભારતમાં Samsung Galaxy S21 Ultraની અંદાજીત કિંમત  1 લાખ 26 હજાર આસપાસ હોઈ શકે છે.

Samsung Galaxy S21 Plus સ્પેસીફિકેશન્સ

ડિસપ્લે6.70 ઈંચ
પ્રોસેસર  સેમસંગ એક્સીનોસ 2100
ફ્રંટ કેમરા10 મેગા પિક્સલ
રિઅર કેમેરા64+12+12 મેગાપિક્સલ
રેમ8 જીબી
સ્ટોરેજ                          128 જીબી
બેટરી ક્ષમતા4800 mAh
OS                                  એન્ડ્રોઈડ
રિઝોલ્યૂશન  1080

ભારતમાં Samsung Galaxy S21 Plusની અંદાજીત કિંમત 94 હજાર 500 આસપાસ હોઈ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments