Homeવિશેષવિટામિન Dથી ભરપૂર આ શાકભાજી ખૂબ જ કામની છે , હાઈ કોલેસ્ટ્રોલવાળા...

વિટામિન Dથી ભરપૂર આ શાકભાજી ખૂબ જ કામની છે , હાઈ કોલેસ્ટ્રોલવાળા દર્દીઓ માટે ફાયદાકારક

Team Chabuk-Special Desk: વિટામિન ડીની ઉણપના કારણે તમે હાઈ કોલેસ્ટ્રોલનો શિકાર બની શકો છો. શરીરમાં વિટામિન ડીની ઉણપ બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ્સને વધારી શકે છે. આ સ્થિતિમાં વિટામિન ડીથી ભરપૂર મશરૂમનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. મશરૂમ્સ ખાસ કરીને કોલેસ્ટ્રોલના સ્તરને નીચે રાખવામાં મદદ કરે છે.

હાઈ કોલેસ્ટ્રોલમાં વિટામિન ડી હૃદયની બિમારીઓનું એક મુખ્ય કારણ છે, કોલેસ્ટ્રોલનું વધવુ નસોમાં બ્લોકેજનું કારણ બની શકે છે. પરંતુ તમને આ જાણીને નવાઈ લાગશે કે આ સ્થિતિમાં વિટામિન ડી એક જરુરી ભૂમિકા નિભાવે છે.

વિટામિન ડીની ઉણપના કારણે તમે હાઈ કોલેસ્ટ્રોલનો શિકાર બની શકો છો. શરીરમાં વિટામિન ડીની ઉણપ બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ્સને વધારી શકે છે. આ સ્થિતિમાં વિટામિન ડીથી ભરપૂર મશરૂમનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેવી રીતે, આ વિશે વિસ્તારથી જાણીએ.

મશરૂમમાં વિટામિન ડી

100 ગ્રામ મશરૂમમાં લગભગ 7 IU વિટામિન ડી હોય છે. એટલા માટે મશરૂમ લાંબા સમય સુધી સૂર્યપ્રકાશને શોષી લે છે. આ દરમિયાન તે વિટામિન D2 D3 અને D4 સારી માત્રામાં ભરાય જાય છે. તેથી જ્યારે તમે મશરૂમ ખાઓ છો, ત્યારે તમને વિટામિન ડી સારી માત્રામાં મળી શકે છે.

vitamin d

હાઈ કોલેસ્ટ્રોલમાં મશરુમના ફાયદા

  1. સારા કોલેસ્ટ્રોલને વધારે છે

મશરૂમ્સ ખાસ કરીને કોલેસ્ટ્રોલના સ્તરને નીચે રાખવામાં મદદ કરે છે. હકીકતમાં તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના શોષણને અવરોધે છે અને તમારા લોહીમાં કોલેસ્ટ્રોલની કુલ માત્રાને ઘટાડે છે. તેમજ તેનું સેવન સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

  1. બ્લડ વેસેલ્સને હેલ્દી રાખે છે

શરીરમાં કોલેસ્ટ્રોલનું વધવું વેસેલ્સને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં વિટામિન ડીથી ભરપૂર મશરૂમનું સેવન કરવાથી આ સમસ્યાને ઓછી કરવામાં મદદ મળી શકે છે. તે રક્તવાહિનીઓને સ્વસ્થ રાખે છે અને હાય કોલેસ્ટ્રોલના દર્દીઓમાં કોઈપણ પ્રકારના નુકસાનને અટકાવે છે.

3.હાઈ કોલેસ્ટ્રોલમાં મશરુમ કઈ રીતે ખાઓ

હાઈ કોલેસ્ટ્રોલના કિસ્સામાં તમારે હળવા તળેલા મશરૂમ ખાવા જોઈએ અને તેને સલાડમાં ઉમેરવું જોઈએ. તેને રાંધીને ખાવાનો પ્રયાસ કરશો નહીં કારણ કે તે વિટામિન ડીની માત્રા ઘટાડે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments