Homeદે ઘુમા કેત્રણ ઓવરમાં જ મેથ્યૂ વેડ અને માર્ક્સ સ્ટોઈનિસે પાકિસ્તાનને ઘર ભેગું કરી...

ત્રણ ઓવરમાં જ મેથ્યૂ વેડ અને માર્ક્સ સ્ટોઈનિસે પાકિસ્તાનને ઘર ભેગું કરી દીધું

Team Chabuk-Sports Desk: ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. 177 રનના લક્ષ્યનો પીછો કરતા એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 16 ઓવરમાં પાંચ વિકેટ પર 127 રન હતો. અંતિમ ચાર ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમને 50 રનની આવશ્યકતા હતી. જોકે ત્રણ ઓવરમાં જ પાકિસ્તાન ઘર ભેગું થઈ ગયું. ઓસ્ટ્રેલિયાએ તાબડતોડ બેટીંગ કરતા 17મી ઓવરમાં 13 રન, 18મી ઓવરમાં 15 રન અને શાહીન આફ્રિદીની 19મી ઓવરમાં 22 રન લઈ પાંચ વિકેટથી મેચ પોતાના નામે કરી લીધો.

મેથ્યૂ વેડે શાહીનની 19મી ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકારી ઓસ્ટ્રેલિયાને બીજી વખત ફાઇનલમાં પહોંચાડ્યું છે. આ પહેલા 2010માં ટીમ ફાઈનલમાં પહોંચી હતી. ત્યારે ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો 14 નવેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડની ટીમ સામે થશે. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ વખત ફાઈનલમાં પહોંચી છે. જેથી આ વર્ષે ક્રિકેટ વિશ્વને નવો ટી ટ્વેન્ટી ચેમ્પિયન મળશે.

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. ટીમે શાનદાર બેટીંગ કરી હતી અને ઓસ્ટ્રેલિયાના બોલર્સ વિકેટ માટે તરસતા રહ્યા હતા. બાબર અને રિઝવાને ફરી 71 રનની ભાગીદારી નોંધાવી હતી. બાબર 39 રન પર આઉટ થયો હતો. એ પછી રિઝવાન અને ફખરે 72 રનની ભાગીદારી બનાવી. રિઝવાન 67 રન બનાવી આઉટ થયો. આ તેની ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીયની 11મી હાફ સેન્ચુરી હતી. આસિફ અલી શૂન્ય અને શોએબ મલિકે એક રન કર્યો. અંતમાં ફખર જમાને લાંબા શોટ્સ રમી ટીમને 176ના ટાર્ગેટ સુધી પહોંચાડી. ફખર 32 બોલમાં 55 રન બનાવી નોટ આઉટ રહ્યો. આ તેનું ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીય કરિયરનું છઠ્ઠુ શતક રહ્યું હતું. તેણે પોતાની ઈનિંગ દરમ્યાન ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે બે વિકેટ લીધી હતી, જ્યારે પેટ કમિન્સ અને એડમ જામ્પાએ એક એક વિકેટ લીધી હતી.

જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરુઆત ખરાબ રહી હતી અને ઈનિંગની ત્રીજી જ બોલ પર શાહીન અફ્રિદીએ એરોન ફિન્ચને શૂન્ય પર એલબીડબલ્યૂ કરી પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે ઈનિંગ સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 36 બોલમાં 51 રન બનાવ્યા. શાદાબે આ ભાગીદારીનો અંત લાવ્યો હતો. તેણે માર્શને 28 રન પર આઉટ કર્યો હતો.

પાકિસ્તાનને ત્રીજી સફળતા પણ શાદાબ ખાને જ અપાવી હતી. જેણે પાંચ રનના સામાન્ય સ્કોર પર સ્ટીવ સ્મિથને આઉટ કર્યો હતો. ડેવિડ વોર્નર 49 બનાવી આઉટ થયો. શાદાબે મેક્વેલને 7 પર આઉટ કરી ચોથી સફળતા મેળવી. ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાને પાંચ ઝટકા લાગી ચૂક્યા હતા.

96 રન પર પાંચ વિકેટ પડ્યા બાદ ઓસ્ટ્રેલિયા મુશ્કેલ સ્થિતિમાં લાગી રહ્યું હતું. એક સમયે પાકિસ્તાન મેચ પર કબ્જો જમાવી ફાઈનલના માર્ગ પર જશે તેવું જ લાગતું હતું. પણ છઠ્ઠી વિકેટ માટે માર્ક્સ સ્ટોઈનસ અને ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર મેથ્યૂ વેડે 41 બોલમાં 75 રનની ભાગીદારી નોંધાવી ટીમને શાનદાર જીત અપાવી હતી. સ્ટોઈનિસે 31 બોલ પર નોટ આઉટ 40 અને મેથ્યૂ વેડે માત્ર 17 બોલ પર નોટ આઉટ 41 રનની ઈનિંગ રમી.

અંતિમ બે ઓવરમાં ઓસ્ટ્રેલિયાને 22 રનની આવશ્યકતા હતી. પાકિસ્તાનનો ઘાતક બોલર શાહીન અફ્રિદી 19મી ઓવર સાથે મેદાનમાં હતો. આ ઓવર બંને ટીમ માટે મહત્વની હતી, પણ રહી ઓસ્ટ્રેલિયાના ખાતામાં. મેથ્યૂ વેડે શાહીનની બોલિંગમાં સતત ત્રણ સિક્સ ફટકારી ટીમને સેમીફાઈનમાં પહોંચાડી દીધી. હવે ગ્રુપ બીની ન્યૂઝીલેન્ડ સામે ગ્રુપ એની ઓસ્ટ્રેલિયા ટકરાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments