Homeદે ઘુમા કેMCCએ બેટ્સમેન માટે આ નવો શબ્દ આપી કહ્યું, ‘આ વિકાસ છે.’

MCCએ બેટ્સમેન માટે આ નવો શબ્દ આપી કહ્યું, ‘આ વિકાસ છે.’

Team Chabuk-Sports Desk: મેરિલેબોન ક્રિકેટ ક્લબ (MCC)એ બુધવારે એક મોટી જાહેરાત કરી હતી. ક્લબે ક્રિકેટના નિયમોમાં પરિવર્તન લાવતા બેટ્સમેન કે બેટ્સમેનોની જગ્યાએ જેન્ડર ન્યૂટ્રલ ટર્મ ‘બેટર’ અથવા તો ‘બેટર્સ’ શબ્દનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. એક અધિકારીક નિવેદનમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, એમસીસીને લાગે છે કે જેન્ડર ન્યૂટ્રલ શબ્દાવલીમાં ઉપયોગ કરવાથી ક્રિકેટના આ સ્ટેટસને નવી તાકાત મળશે. આ સુધારો આ દિશામાં પહેલાથી જ ચાલ્યા આવતા વિકાસના ક્રમનો એક ભાગ છે. આ સાથે જ આ રમતના પ્રત્યે એમસીસીની વૈશ્વિક જવાબદારીનો પણ હિસ્સો છે.

AD

ક્લબના નિષ્ણાત કાયદા ઉપ-સમિતિની ચર્ચા બાદ આ પરિવર્તનને એમસીસી સમિતિએ અનુમોદિત કરી દીધી હતી. આ બદલાવ તાત્કાલિક અસર હેઠળથી કરવામાં આવ્યો છે. જેને લોર્ડ્સ ડોટ ઓરજી/ લોજ પર પણ પ્રકાશિત કરી દેવામાં આવ્યો છે. કેટલીય સરકારી સંસ્થાઓ અને મીડિયા સંસ્થાઓ પહેલા જ પ્લેઈંગ કન્ડિશન અને રિપોર્ટિંગમાં ‘બેટર’ શબ્દનો પ્રયોગ કરી રહી છે.

AD

એમસીસીમાં સહાયક સચિવ (ક્રિકેટ અને સંચાલન) જેમી કોક્સે જણાવ્યું હતું કે, એમસીસી ક્રિકેટને તમામ માટે એક રમત માને છે અને આ પગલું આધુનિક સમયમાં રમતના બદલતા સ્વભાવને ઓળખે છે. ‘બેટર’ શબ્દનો પ્રયોગ અમારી ક્રિકેટ ભાષામાં સ્વાભાવિક વિકાસ છે અને રમત સાથે સંકળાયેલ કેટલાય લોકો તેનો પહેલાથી જ ઉપયોગ કરે છે. આ નિર્ણયને ઔપચારિક રૂપથી માન્યતા આપવાનો આ યોગ્ય સમય છે અને આપણે આજે આ પરિવર્તનોની ઘોષણા કરતા, નિયમોના સંરક્ષકના રૂપે હર્ષની લાગણી અનુભવું છું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments