Homeગામનાં ચોરેMi 11 pro: લોન્ચ થયા પહેલાં જ થઈ રહ્યા છે કેમેરાના વખાણ

Mi 11 pro: લોન્ચ થયા પહેલાં જ થઈ રહ્યા છે કેમેરાના વખાણ

Team Chabuk- Tech Desk: હિના, હિનાની બહેન અને MI કંપની હાલ ખુબ ચર્ચામાં છે. હિનાની ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ Mi પર બહુ મીમ બન્યા. લોકોએ Miની મન ભરીને મજા લીધી. હિના જેને હલકી કંપની ગણાવી રહી છે તે જ MI ટૂંક સમયમાં ભારતીય બજારમાં એક નવો મોબાઈલ લોન્ચ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં ભારતીય બજારમાં Mi 11 pro માર્કેટમાં આવી જશે. લોન્ચ થયા પહેલાં જ આ મોબાઈલના કેમેરાના વખાણ થઈ રહ્યા છે. જો કે, ભારતીય બજારમાં તેને કેવો પ્રતિસાદ મળે છે તે આગામી સમયમાં જ ખબર પડશે.

Xiaomi ટૂંક સમયમાં પોતાનો ફ્લેગશીપ મોબાઈલ Mi 11 pro લોન્ચ કરશે, જેની વિશિષ્ટતાઓ આકર્ષે તેવી છે. શાઓમીના આ વિશેષ ફોન સેટઅપમાં એક વિશેષ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેની એક ઝલક જોવા મળી છે. બજારમાં Mi 11 proની સ્પેસીફિકેશન્સ ડિટેઈલ પણ સામે આવી છે, જે મુજબ તેમાં મજબૂત પ્રોસેસર, મોટી સ્ક્રીન સહિતની ઘણી સુવિધાઓ હશે. આ ફોનના લાઈવ ફોટાઓની ઝલક જોવા મળી છે, જે ખૂબ આકર્ષક છે. Mi 11 Proનો પહેલો ફોટો ચાઇનીઝ સોશિયલ મીડિયા સાઇટ Weibo પર જોવા મળ્યો છે. જેમાં કેમેરા સેટઅપ કંઈક અલગ જોવા મળ્યું.

કેવો છે Mi 11 proનો કેમેરો ?

Xiaomi Mi 11 proમાં ક્વાડ રીઅર કેમેરા સેટઅપ જોવા મળશે. સાથે બે કલરની એલઇડી ફ્લેશ પણ છે. કેમેરા સેટઅપ બે લાઈનની હોરિઝોન્ટલ ફોર્મેટમાં છે. તાજેતરમાં ઝિઓમીએ ચાઇનામાં mi 11 લોન્ચ કર્યો હતો. જેમાં સૌથી સારુ કેમેરો અને પ્રોસેસર છે. Mi 11 અને Mi 11 Pro તેમજ Mi 11 Lite જેવા સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે.
શાઓમી Mi 11માં 6.81 ઇંચની  QHD+ ડિસ્પ્લે હતી, જેનR સ્ક્રીન રિઝોલ્યુશન 3200×1400 પિક્સલ છે. આ ફોનની ડિસ્પ્લે રિફ્રેશ રેટ 120Hz છે. આ ફોનમાં પાવરફૂલ Qualcomm Snapdragon 888 processor સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ પણ છે, જેનો પ્રાઈમરી સેન્સર 108 મેગાપિક્સલનો છે.

Xiaomi Mi 11 Pro Specifications


Xiaomi Mi 11 Proની વિશેષતા વિશે વાત કરવામાં આવે તો, તેમાં 6.81 ઇંચની 2K (3200× 1440 પિક્સલ) સ્ક્રીન રિઝોલ્યુશનવાળી 4 સાઇડ curved ડિસ્પ્લે છે. આ ફોનનો ડિસ્પ્લે રિફ્રેશ રેટ 120Hz છે. શાઓમી આ ફોનને પાવરફૂલ Qualcomm Snapdragon 888 સાથે લોન્ચ કરશે. આ ફોનને 12GB અને 16GB RAM તેમજ 256 GB અને 512 GB સ્ટોરેજ સાથે લોંચ કરવામાં આવી શકે છે. Mi 11 Proમાં 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4500 mAh બેટરી હોઈ શકે છે. એવા અહેવાલો છે કે Mi 11 Proમાં 108 મેગાપિક્સલની જગ્યાએ 50-મેગાપિક્સલના પ્રાઈમરી સેન્સર સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.

ડિસ્પ્લે- 6.81  ઈંચ QHD+
પ્રોસેસર- Qualcomm Snapdragon 888
રેમ- 12GB અને 16GB
સ્ટોરેજ- 256 GB અને 512 GB
બેટરી ક્ષમતા- 4500 mAh
OS- એન્ડ્રોઈડ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments