Team Chabuk-Gujarat Desk: ભારતમાં ધીમા પગલે ખતરનાક ગણાતા ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ભારતમાં રસીકરણને લઈને સારા સમાચાર આવ્યા છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી કે, ભારતમાં 50 ટકા લોકોએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. તેમણે કહ્યું કે, આ આપણા સૌના માટે ગર્વની વાત છે. આ સાથે જ ભારતમાં કુલ કોરોના વેક્સિનેશનની સંખ્યા 1,27,61,83,065 પર પહોંચી ગઈ છે.
हम होंगे कामयाब ✌🏼
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 5, 2021
Congratulations India 🇮🇳
It is a moment of great pride as over 50% of the eligible population are now fully vaccinated 💉
We will win the battle against COVID-19 together ✌🏼#HarGharDastak #SabkoMuftVaccine pic.twitter.com/q4evljMChk
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ભારતમાં 84.4 ટકા મોટી ઉંમરના લોકો ઓછામાં ઓછો એક ડોઝ લઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,04,18,707 લોકોને રસી આપવામાં આવી છે. જેથી કુલ કોરોના રસીના ડોઝની સંખ્યા 127.61 કરોડ પર પહોંચી ગઈ છે.
દેશમાં એક તરફ ખૂબ ઝડપથી વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે દેશમાં ઓમિક્રોન નામના નવા વેરિયન્ટે પણ દહેશત ફેલાવી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8895 કેસ સામે આવ્યા છે. જ્યારે 2796 મોત થયા છે. બિહાર સરકારે મોતના આંકડામાં સુધારો કરતાં મૃતકોની સંખ્યા વધી છે. બિહાર સરકારે આખરે માની લીધું છે કે 2424 લોકોના મોત કોરોનાના કારણે થયા હતા. જેથી આ આંકડાને પણ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં થયેલા કોરોનાથી મોતના આંકડામાં ઉમેરવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત