Homeગામનાં ચોરેકોઈ ધંધો નાનો નથીઃ પિતાની રીક્ષામાં સન્માન સમારોહમાં પહોંચી મીસ ઈન્ડિયા રનરઅપ

કોઈ ધંધો નાનો નથીઃ પિતાની રીક્ષામાં સન્માન સમારોહમાં પહોંચી મીસ ઈન્ડિયા રનરઅપ

Team Chabuk-National Desk : એવું કહેવામાં આવે છે કે, જો તમારા પગ જમીન પર છે અને તમે આકાશમાં ઉડો છો તો તમે ક્યારેય પડતા નથી. દેશમાં આ વાક્યને બંધ બેસતી જ એક ઘટના બની છે. જેમાં VLCC ફેમીના મીસ ઈન્ડિયાનની રનર અપે એવું કામ કર્યું છે જેનાથી તેણે લોકોના દીલ જીતી લીધા છે.  મીસ ઈન્ડિયાના ખિતાબથી માત્ર એક જ પગલું દૂર રહી ગયેલી માન્યા સિંહે સાબિત કરી બતાવ્યું છે કે તમે ગમે તેટલી સિદ્ધી મેળવી લો પરંતુ તમારે ક્યારેય તમારી પરિસ્થિતિને ન ભૂલવી જોઈએ. હવે લાખો લોકો તેની સુંદરતાનની સાથે સાથે તેની સાદગીના કારણે પણ માન્યા સિંહને પસંદ કરી રહ્યા છે.

સામાન્ય પરિવારમાંથી આવતી માન્યા સિંહ મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાની છે. માન્યા સિંહના પિતા ઓટો ડ્રાઈવર છે. તેઓ રીક્ષા ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે મુંબઈની એક કોલેજમાં માન્યા સિંહના માતા-પિતાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. લોકોને લાગી રહ્યું હતું કે, માન્યા સિંહ કોઈ મોંઘીદાટ કારમાં પોતાના માતા-પિતાને લઈને આવશે. જોકે, જ્યારે માન્યા સિંહ પોતાના માતા-પિતાને લઈને કોલેજમાં પહોંચી તો લોકોને આંખો પહોળી થઈ ગઈ.

માન્યા સિંહ પોતાના માતા-પિતા સાથે ઓટો રીક્ષામાં જ કોલેજે પહોંચી હતી. તેના પિતા ડ્રાઈવિંગ કરી રહ્યા હતા જ્યારે માન્યા પોતાની માતા સાથે રીક્ષામાં પાછળ બેસી હતી. આ દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્યમાં મુકાયા સાથે જ માન્યાની પ્રસંશા પણ કરી. માન્યા જ્યારે કોલેજે પહોંચી ત્યારે પહેલાંથી ત્યાં લોકો તેના સ્વાગત માટે ઉભા હતા. આ સમયે માન્યાએ રીક્ષામાંથી તિરંગો લહેરાવી દેશપ્રેમ પણ વ્યક્ત કર્યો હતો.

હવે માન્યાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. લોકો માન્યાની સાદગીની પ્રસંશા કરી રહ્યા છે સાથે જ આશીર્વાદ પણ આપી રહ્યા છે કે, જમીન સાથે જોડાયેલી આ યુવતી ખુબ આગળ વધે. લોકો માન્યાનું ઉદાહરણ આપી અભિમાની લોકો પર કટાક્ષ પણ કરી રહ્યા છે. આમ, ગઈકાલ સુધી લોકોને જે યુવતીનું નામ પણ નહતી ખબર તે પોતાની સાદગીના કારણે રાતોરાત જાણીતી બની ગઈ છે.

આજના દેખાદેખીના જમાનામાં જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિની દીકરી કે દીકરો કોઈ સાર કોલેજમાં એડમિશન મેળવે છે તો તે અન્ય વિદ્યાર્થીઓને જોઈને ઘરમાં નવી-નવી માગણી કરતો રહે છે. તેને ભણાવવામાં અને બીજાને જોઈને પોતે પણ તેવી વસ્તુઓ ખરીદવામાં કે મોંઘી વસ્તુઓ અને કપડાં પહેરીને દેખાડો કરવા માટે ઘરના લોકો પર પ્રેસર બનાવતા હોય છે. ઘણી વાર ઈચ્છાઓ ન પુરી થવા પર યુવક કે યુવતી આત્મહત્યા સુધીનું પગલું ભરી લેતા હોય છે. એવા તણાવમાં જીવતા યુવક-યુવતીઓ માટે માન્યા સિંહનો કિસ્સો પ્રેરણાદાયી છે. કેટલીય વાર એવા પણ કિસ્સા આપણે સાંભળ્યા હોય છે કે, બાળકો પોતાના માતા-પિતાના વ્યવસાય અંગે ચર્ચા કરવામાં પણ સંકોચ અનુભવતા હોય છે. માન્યા સિંહે આવા તમામ યુવક યુવતીઓને પણ આડકતરી રીતે સંદેશ પાઠવ્યો છે કે, આપણા માતા-પિતા જે પણ વ્યવસાય કરતાં હોય તેના પર આપણને હંમેશા ગર્વ હોવો જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments