Homeગામનાં ચોરેપોર્ન સ્ટારને દિલ આપી બેઠા સાંસદ, પત્ની અને બાળકોને છોડી ફરાર, રાજકારણમાં...

પોર્ન સ્ટારને દિલ આપી બેઠા સાંસદ, પત્ની અને બાળકોને છોડી ફરાર, રાજકારણમાં ખળભળાટ મચી ગયો

Team Chabuk-International Desk: જર્મનીના વર્તમાન સાંસદ હેગન રેનહોલ્ડ પોર્ન સ્ટાર માટે તેના પાર્ટનર અને ત્રણ બાળકો સાથે છેતરપિંડી કરતા જર્મન રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તે હવે તેની ગર્લફ્રેન્ડ સાથે એક નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છે. હેગન રેનહોલ્ડની 51 વર્ષની પત્ની કેરોલિન પ્રિસલર પણ FDPમાંથી સાંસદ છે. કેરોલિન અને હેગન છેલ્લા 16 વર્ષથી પતિ-પત્ની તરીકે સાથે રહે છે. તેમને ત્રણ બાળકો પણ છે. હેગનની નવી ગર્લફ્રેન્ડ અનીના સેમેલ્હાકે એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે થોડા સમય પહેલા 65 વર્ષના એક કરોડપતિ સાથે લગ્ન કર્યા હતા.

ડેઇલી મેઇલ અનુસાર, અનીના અને હેગન મહિલાઓ માટેના સરકારી માર્ગદર્શન સત્રમાં મળ્યા હતા. આ પછી, બંને વચ્ચે પ્રેમ થયો અને તાજેતરમાં જ તેઓએ સાથે રહેવાની જાહેરાત કરી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે અનીના આવતા વર્ષે સ્થાનિક ચૂંટણીમાં FDP વતી પણ ચૂંટણી લડી શકે છે. તે પૂર્ણ સમયના રાજકારણ માટે પોર્ન ઉદ્યોગને અલવિદા કહેશે…. અનીના તેના નવા સંબંધને ‘એક મહાન પ્રેમ’ તરીકે વર્ણવે છે. તેણે કહ્યું કે તે અને હેગન સુખી ભવિષ્ય તરફ જઈ રહ્યા છે.

સાંસદની પત્નીએ આવી પ્રતિક્રિયા આપી

પતિ હેગનના આ પગલા પર સાંસદ પત્નીએ પ્રતિક્રિયા આપી છે. કેરોલિને કહ્યું કે છેલ્લા કેટલાક મહિના મારા માટે કડવા રહ્યા છે. તે બર્લિન પરત જઈ રહી છે અને રાજકારણ પણ છોડી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments