Team Chabuk-Sports Desk: વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 19મી ઓવરમાં ફટકારેલો શોટ સદીનો સૌથી સારો શોટ છે ? ભારતે પાકિસ્તાન સામે રમેલી મેચને અઠવાડિયું થવા આવ્યું પરંતુ હજુ સુધી આ મેચની ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા હોય કે ક્રિકેટ લવર્સની કોઈ બેઠક. જ્યારે ક્રિકેટની વાત આવી રહી છે ત્યારે ભારત-પાકિસ્તાનની આ મેચ અને કોહલીની ઈનિંગને યાદ કરવામાં આવી રહી છે.
તો સૌથી વધુ ચર્ચા વિરાટ કોહલીએ હારિસ રઉફની ઓવરમાં લોંગ ઓન પર ફટકારેલા છગ્ગાની વાત થઈ રહી છે. માત્ર સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ ક્રિકેટ જગતના દિગ્ગજો પણ આ શોટ્સના વખાણ કરતાં થાક્યા ન હતા.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ વેંકટેશ પ્રસાદે આ શોટને વર્ષનો સૌથી સારો શોટ ગણાવ્યો હતો. મહત્વનું છે કે, આ એ જ વેંકટેશ પ્રસાદ છે જેઓની કોચિંગમાં ભારતે 2007માં ટી-20 વર્લ્ડ કપ જીત્યા હતા.
તો આ તરફ ભરતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, વિરાટ કોહલીએ હારિસ રઉફને ફટકારેલો છગ્ગો એટલી વાર જોવાશે જેટલી વાર એમ.એસ.ધોનીનો વિશ્વકપ જીતતી વખતે છગ્ગો જોવાઈ રહ્યો છે.
સચિન તેંડુલકરે વિરાટ કોહલીના વખાણ કર્યા હતા અને ઉલ્લેખ કર્યો હતો કે, ખાસ કરીને હારિસ રઉફની ઓવરમાં બેક ફૂટ પર જઈ જે જગ્ગો લગાવ્યો હતો તે જોવા લાયક હતો.
Stop scrolling and like these two iconic sixes !
— Jayprakash MSDian™ 🥳🦁 (@ms_dhoni_077) October 28, 2022
MS Dhoni ( 2011 ) Virat kohli ( 2022 ) pic.twitter.com/5bwEW7EW5r
એટલું જ નહીં પાકિસ્તાની ક્રિકેટર્સે પણ વિરાટ કોહલીના ખૂબ વખાણ કર્યા હતા. પાકિસ્તાની ખેલાડી કામરાન અકમલે વિરાટ કોહલીના આ શોટ્સ મુદ્દે લાઈવ શૉમાં કહ્યું હતું કે, વિરાટ કોહલીએ જે શોટ્સ ફટકાર્યો હતો તે શોટ્સ કોઈ માઈનો લાલ ફટકારી ન શકે.
Those two shots by Virat kohli changed the match #INDvsPAK2022 pic.twitter.com/jqfuLXk9xw
— Pranoy Das (@pranoy_das7) October 29, 2022
મહત્વનું છે કે, હરિસ રઉફની ઓવરમાં જો શોટ્સ લગાવ્યો હતો તે ખૂબ જ મુશ્કેલ હતો. આ શોટ્સ પછીના બોલ પર પણ વિરાટ કોહલીએ એક શાનદાર શોટ ફટકાર્યો હતો અને જીતના પાયા નાખી દીધા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત