Team Chabuk-Sports Desk: યુવરાજસિંહ બાદ ભારતમાં રોહિત શર્મા હાર્ડ હીટર તરીકે જાણીતો બન્યો છે. એટલે જ તે હીટમેનના હુલામણા નામથી પણ ઓળખાય છે. રોહિત શર્મા પોતાની પાવરહિટિંગથી દિગ્ગજ બોલર્સના બોલ બાઉન્ડ્રી પર પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. તાજેતરમાં જ રોહિત શર્માએ ભારતીય ખેલાડી તરીકે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે તેનું લક્ષ્ય વિશ્વમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા પ્લેયર તરીકે આવવાનું છે.
ટેસ્ટ, વન ડે અને ટી-20 ફોર્મેટમાં અત્યાર સુધીમાં રોહિત શર્મા કુલ 495 છગ્ગા ફટકારી ચુક્યો છે. કુલ 422 મેચમાં તેણે આ કારનામું કર્યું છે. જો રવિવારે રમાનારી સાઉથ આફ્રિકા સામેની મેચમાં રોહિત 5 છગ્ગા ફટકારવામાં સફળ રહેશે તો દુનિયાનો બીજો એવો ખેલાડી બનશે જેણે 500 છગ્ગા ફટકાર્યા હોય.
છગ્ગા ફટકારવાની રેસમાં સૌથી આગળ વેસ્ટઈન્ડિઝનો દિગ્ગજ પ્લેયર ક્રિશ ગેલ છે. તેણે 483 મેચમાં કુલ 553 છગ્ગા ફટકાર્યા છે. જો રોહિત શર્મા આ જ ગતિથી રમશે તો તે એક વર્ષમાં ક્રિશ ગેલનો રેકોર્ડ તોડી નાખશે. આ લીસ્ટમાં ક્રિશ ગેલ અને રોહિત શર્મા બાદ શાહીદ આફરીદી, બ્રેંડમ મેક્કુલમ, માર્ટિન ગુપ્ટીલ અને મહેન્દ્ર સિંહ ધોનીનો સમાવેશ છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડી
ક્રિશ ગેલ – 553
રોહિત શર્મા – 494
શાહિદ આફ્રીદી – 476
બ્રેંડમ મેક્કુલમ – 398
માર્ટિન ગુપ્ટીલ – 383
મહેન્દ્ર સિંહ ધોની – 359
મહત્વનું છે કે, હાલ ઓસ્ટ્રોલિયામાં T20 World Cup રમાઈ રહ્યો છે. રોહિત પાકિસ્તાન સામેની મેચમાં ફ્લોપ રહ્યો હતો. પરંતુ નેધરલેન્ડ સામે તેણે અર્ધશદી ફટકારી હતી. રોહિતે આ મેચમાં 59 બોલ પર 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?