Team Chabuk-InterNational Desk: દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં શનિવારે મોડી રાત્રે એક ફેમસ ઇવેન્ટ (Halloween) હેલોવીન ફેસ્ટિવલમાં અફરાતફરી સર્જાતા 120 લોકોના મોત થયા છે જ્યારે 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત લોકો ઇજાગ્રસ્ત થયા છે. મોતનો આંકડો હજુ વધી શકે છે.
આ મુદ્દે નેશનલ ફાયર એજન્સીના એક અધિકારી ચૉઈ ચેઓન-સિકે કહ્યું કે, ઇટાવન લેસર જિલ્લામાં એક સાંકડી ગલીમાં ભીડ વધવાના કારણે આ ઘટના બની. શનિવાર રાત્રે ઇટાવન લેસર જિલ્લામાં ભારે ભીડના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. મોટી સંખ્યા લોકો એકઠા થયા જેના કારણે 81 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ. જેમાંથી હાર્ટએકેટ જેવી સમસ્યા ઉભી થઇ. જેના કારણે અનેક લોકોને રસ્તા પર જ CPR આપવામાં આવી.
#이태원
— Saurav Bajoria (@saurav_bajoria) October 29, 2022
Most heartbreaking and tragic incident in Itaewon Halloween parade. Multiple people dead due to cardiac arrest.😭 pic.twitter.com/Sh25DrGO3J
મહત્વનું છે કે, કોરોના મહામારી બાદ પહેલી વખત આઉટડોર નો-માસ્ક (Halloween) હેલોવીન કાર્યક્રમનો જશ્ન મનાવાઈ રહ્યો હતો. દાવો છે કે, આ કાર્યક્રમમાં 1 લાખ જેટલા લોકો હાજર હતા.
halloween night turns into disaster ㅠㅠㅠ 50 people have collapsed and got poisoned omg #itaewon pic.twitter.com/FwmUaqarta
— ani | praying for #Itaewon🙏😭 | (@bokkijaem) October 29, 2022
દુર્ઘટનાના મુદ્દે રાષ્ટ્રપતિ યૂં સુક-યેઓલે યોંગસાન-ગુ જિલ્લાના ઇટાવનમાં રિસ્પૉન્સ ટીમને તાત્કાલિક એક્શન લેવાના આદેશ આપ્યા છે. ફેસ્ટિવલ સ્થળની સુરક્ષાની સમીક્ષા કરવા માટે પણ કહ્યું છે.
Many bodies on the streets following a massive stampede during a Halloween party in Itaewon, South Korea. Atleast 120 people killed in Seoul stampede. 😨#SouthKorea #Itaewon #Seoulpic.twitter.com/zswPHcAjZp
— ɅMɅN DUВΞY (@imAmanDubey) October 29, 2022
હેલોવીન (Halloween) ફેસ્ટિવલ વિશે જાણો ?
(Halloween) હેલોવીન દુનિયાના પશ્ચિમ દેશોમાં મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, (Halloween) હેલોવીનની રાત્રે ચંદ્ર પોતાના નવા અવતારમાં જોવા મળે છે. આ તહેવાર પૂર્વજોની આત્માની શાંતિ માટે ઉજવવામાં આવે છે. જેમાં લોકો ભૂત-પ્રેત વાળો મેકઅપ કરે છે અને ભયાવહ કપડા પહેરે છે.
(Halloween) હેલોવીનની ઉત્પત્તિ પ્રાચીન સેલ્ટિક તહેવાર સમહિન સાથે થઇ છે. આ દિવસે સેલ્ટિક કેલેન્ડરનો અંતિમ દિવસ હોય છે. જેથી સેલ્ટિક લોકોની વચ્ચે આ નવા વર્ષની શરૂઆતના રૂપમાં મનાવવામાં આવે છે. ઈસાઈ સમુદાયના લોકો આ તહેવારને ધૂમધામથી મનાવે છે. અમેરિકા, ઇંગ્લેન્ડ અને યૂરોપિયન દેશોમાં આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થાય છે. આયરલેન્ડ અને સ્કોટલેન્ડથી (Halloween) હેલોવીનના તહેવારની ઉજવણીની શરૂઆત થઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત