Homeગામનાં ચોરેસાંસદ શ્વસુરનાં ઘરની સામે જ પુત્રવધૂએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

સાંસદ શ્વસુરનાં ઘરની સામે જ પુત્રવધૂએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના મોહનલાલ ગંજથી બીજેપી સાંસદ કૌશલ કિશોરના પુત્રએ પોતાના પર જ કરાવેલા ભડાકાનાં ધુમાડા હજુ શમ્યા નથી ત્યાં નવી આગ ફેલાવા લાગી છે. કોઈ સિરીયલ હોય એ રીતે નીત નવીન વળાંકો આવી રહ્યા છે. નવો આવેલો વળાંક કંઈક એવો છે કે કૌશલ કિશોરની પુત્રવધૂ અને આયુષની પત્ની અંકિતાએ ભાજપના સાંસદના દુગ્ગા સ્થિત આવેલા નિવાસસ્થાન બહાર હાથની નસ કાપી અને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. જે પછી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ પહેલા અંકિતાનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં અંકિતા સ્યુસાઈડની વાત ઉચ્ચારી રહી હતી. આ વીડિયોમાં જ અંકિતાએ પતિ આયુષ પર પણ ઘણા આરોપ લગાવ્યા હતા.

અંકિતાનાં વીડિયોમાં શું છે ?

રવિવારનાં રોજ 14 માર્ચનાં આયુષની પત્ની અંકિતાએ રડતા રડતા એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેણે પોતાના પતિ આયુષ પર ગંભીર આરોપ લગાવ્યા હતાં અને આત્મહત્યાની વાત કરી હતી. આ વીડિયો વાઈરલ થયાનાં થોડા દિવસ પહેલા જ આયુષે પણ પોતાની જ પત્ની પર તેને હનીટ્રેપ કર્યાનો આરોપ લગાવ્યો હતો. અંકિતા આ વીડિયોમાં કહી રહી છે કે…

‘‘મારી કોઈ ભૂલ નથી. ત્યારે પણ તમે મને છોડી દીધી હતી. મારા ઉપર તમે અને સૌએ ખોટે ખોટા આરોપ લગાવ્યા હતાં. હું તારી સાથે રહી અને લગ્ન કર્યા, આ ભૂલ કરી મેં. હું પહેલાં ખુશ હતી, પણ તે મારી સાથે ખોટું કર્યું. હું બધા સાથે કેટલું લડું. હું કોઈની સાથે નથી લડી શકતી, કારણ કે તારા પિતા સાંસદ છે અને માતા ધારાસભ્ય છે. મારી તો કોઈ નહિં સાંભળે. મેં આજ સુધી કોઈને તને હાથ નથી લગાડવા દીધો. તો હું તને કેવી રીતે મારી શકું ? તું કેટલું ખોટું બોલી રહ્યો છો. તે અને તારા પરિવારે મને જીવવાને લાયક નથી છોડી. મેં તારા પિતાને પણ ફોન કર્યો હતો. પણ એ મારો ફોન કાપી રહ્યા છે. હું જે મરી રહી છું તેની પાછળ તું અને તારો પરિવાર છે. તમે લોકોએ મારી જિંદગી ખરાબ કરી નાખી છે. તને પ્રેમ કરવાની મને એવી સજા મળી. હું આ દુનિયામાંથી જઈ રહી છું. તારા જીવનમાં કોઈ દિવસ નહીં આવીશ. તું ખુશ રહેજે. તું જ કહેતો હતો કે તારા ઘરનાં લોકો તને પ્રેમ નથી કરતાં. અને આજે તું મને છોડીને એમની સાથે ચાલ્યો ગયો છો. મારા મરવાનું કારણ તું અને તારો પરિવાર છે. હું જઈ રહી છું.’’

પ્રચંડ આરંભ ક્યારે થયો ?

આ ઘટનાનો આરંભ થાય છે 2 માર્ચ 2021ના રોજથી. 2 માર્ચ 2021નાં રોજ લખનઉ પોલીસને જાણકારી મળી કે આયુષ મોડી રાતે ગાડી પર નીકળ્યો હતો. લખનઉમાં છઠ્ઠી મીલ પર ગાડીને રોકી દીધી. એ જ વખતે કોઈએ દૂરથી તેના પર ગોલી ચલાવી. શરૂઆતની તપાસમાં પોલીસને ખબર મળી કે આયુષ પર જે ગોલી ચાલી છે એ તેની જ લાઈસન્સવાળી પિસ્તોલમાંથી ચલાવવામાં આવી છે. ઘટનામાં આ કારણ સામે આવતા પોલીસે પોતાની તપાસની દિશા બદલાવી નાખી. પોલીસે આયુષના સાળા આદર્શની ધરપકડ કરી. તેની પૂછતાછ કરતાં તેણે બધું ઓકી નાખ્યું. પોલીસ જણાવ્યું છે કે સાળા આદર્શનાં કહ્યા મુજબ આયુષે પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હતું.

ચંદન ગુપ્તા, મનીષ જાયસવાલ અને પ્રદીપ કુમાર સિંહની સાથે આયુષની દુશ્મની હતી. આ લોકોને જ ફસાવવા માટે આયુષે આ ચાલ રમી હતી. ષડયંત્ર એવું હતું કે પોતાના પર જ હુમલો કરાવીને આયુષ આ લોકોને ફસાવવાનું કપટ રચી રહ્યો હતો.

પોલીસે આરોપ લગાવ્યો છે કે આ સમગ્ર ઘટનાની પાછળ મુખ્ય સુત્રધાર તરીકે આયુષ અને તેનો સાળો આદર્શ જ છે. એ પછી પોલીસે આયુષની વિરૂદ્ધ પણ કેસ ફાઈલ કર્યો. જોકે આયુષની એ સમયે પોલીસ ધરપકડ કરવા નહોતી માગતી, કારણ કે તેનો ઈલાજ ચાલી રહ્યો હતો. એટલામાં આયુષ હોસ્પિટલમાંથી જ ફરાર થઈ ગયો.

આ ઘટના પછી 6 માર્ચનાં રોજ આયુષની પત્ની અંકિતાએ શ્વસુર અને સાંસદ કૌશલ કિશોર પર પણ ગંભીર આરોપ લગાવ્યા. અંકિતાએ દાવો કર્યો હતો કે સાંસદ પિતાએ જ આયુષને હોસ્પિટલમાંથી ફરાર કરાવ્યો છે. પોતાના પિતાની સામે જ આયુષે એ વાત કબૂલી હતી કે તે તેના પર ગોલી ચલાવવાનો છે. એ પછી ચંદન ગુપ્તા સહિતનાં અન્ય લોકોને તે ફસાવી દેશે. જોકે સાંસદ કૌશલ કિશોરે પોતાના પર લાગેલા આ તમામ આરોપોને ખોટા ઠેરવ્યા હતા.

આ આરોપ લાગ્યાનાં બે દિવસની અંદર અંદર જ મોહનલાલ ગંજથી સાંસદ કૌશલ કિશોરના સુપુત્ર આયુષે એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેણે પત્ની અંકિતા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે અંકિતા પર તેના ઉપર મારપીટ અને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો.

માતાએ શું કહ્યું ?

આયુષની માતા જયદેવી મલીહાબાદથી ધારાસભ્ય છે. જયદેવીએ પણ 8મી માર્ચના રોજ અંકિતા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે આયુષને ફસાવવામાં આવી રહ્યો છે. આયુષ 19 વર્ષનો છે અને એ સ્ત્રી (અંકિતા) 25 વર્ષની છે. ખૂબ જ તેજ છે. આયુષની માતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, આયુષના પિતા સાંસદ અને માતા ધારાસભ્ય છે. જેથી તેણે આટલું મોટું તરકટ રચ્યું છે. અને અમને બધાને ફસાવ્યા છે.

આ વાઈરલ વીડિયોની પહેલા જ આયુષ લખનઉનાં મડિયાંવ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આયુષે પોતાનું નિવેદન લખાવ્યું હતું. આયુષે ખૂદને નિર્દોષ બતાવતા પોતાના સાળા આદર્શ અને તેની બહેન પર એટલે કે પોતાની પત્ની અંકિતા પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. હાલ અંકિતાનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments