Team Chabuk-Political Desk: ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ અન્ય પાર્ટી હોય, મહેનત કરી હોવા છતાં ટિકિટ ન મળે ત્યારે તેઓ પાર્ટી છોડી દે છે. નવી પાર્ટીનો પાલવ પકડી લે છે. ત્યાંથી પણ તેમને ટિકિટ મળે તો ઠીક છે નહીં તો ગાડી એકડે એકથી ફરી ચલાવવાની રહે છે. ટિકિટ ન મળતાં કેટલાક મીડિયા સામે રોષ વ્યક્ત કરે છે, કેટલાક ટિકિટ કપાતા ચોધાર આંસુએ રડવા લાગે છે. તેનાથી વિપરિત ઘટના કેરળમાં બની છે.
કેરળ મહિલા કોંગ્રેસની અધ્યક્ષાનું નામ છે લતિકા સુભાષ. એમની તસવીરો ઝડપભેર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં તેમણે પોતાના માથાના વાળ કપાવી નખાવ્યા છે. ખબરો એવી સામે આવી રહી છે કે લતિકા સુભાષને ધારાસભ્યની ચૂંટણી લડવા માટે ટિકિટ નથી મળી. જેથી તેમણે તિરુવનંતપુરમ ખાતે આવેલા પાર્ટી કાર્યાલયની સામે જ મુંડન કરાવી નાખ્યું.
ANI સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર લતિકા સુભાષ હવે કોઈ પાર્ટીમાં સામેલ નહીં થાય. કોંગ્રેસમાંથી તેઓ રાજીનામું આપવાના છે. લતિકાજી ઈત્તૂમનૂર સીટ પરથી ટિકિટ માગી રહી હતી. જે તેમને માગવા છતાં મળી નહીં. 14 માર્ચના રોજ નવી દિલ્હીમાં પાર્ટી ચીફ મુલ્લાપ્પલ્લી રામચંદ્રને 6 એપ્રિલનાં રોજ થનારી ચૂંટણીમાં 86 ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી. જેમાં લતિકા સુભાષનું નામ નહોતું. આ કારણે જ ઓફિસની બહાર શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરતાં તેમણે માથાના વાળ કપાવી નાખ્યા.
આ એ જ મહિલા છે જેમને 2018ની સાલમાં રાહુલ ગાંધીએ મહિલા મોર્ચના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા હતા. મીડિયાની સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી મહિલાઓ પર ધ્યાન નથી આપી રહી. જેથી તે પાર્ટી છોડી રહી છે. જોકે મીડિયાએ તેમને અન્ય પાર્ટીંમાં જવાની વાત પૂછી હતી, પણ તેઓ ન તો કોઈ અન્ય પાર્ટીમાં સામેલ થવા માગે છે. ન તો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માગે છે.
ટિકિટ કોને મળી ?
કેરળ સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ કેએમ અભિજીતને કોઝીકોડથી, વીટી બલરામને થિરિથલાથી, શફી પરમબિલને પલક્કડથી, અનિલ અક્કારાને વડક્કનચેરીથી જ્યારે પૂર્વ સીએમ ઓમાન ચાંડીને પુથુપ્પલ્લીથી, રમેશ ચેન્નીથાલાને હરિપદથી, પદ્માજા વેણુગોપાલને થિસુરથી, વીડી સથીસનને પારાવુરથી, કે.બાબુને થ્રિપ્પુન્નીથુરાથી અને પીટી થોમસને થ્રિક્કાક્કારાથી ટિકિટ મળી છે.
આ અંગે મુલ્લાપ્પલ્લી રામચંદ્રને જણાવ્યું કે રાહુલ ગાંધી લિસ્ટમાં નવા ચહેરાઓને જોવા માગતાં હતાં અને એવી જ લિસ્ટ જાહેર કરવામાં આવી છે. પાર્ટી આ ચૂંટણી જીતશે. આ વાતનો તેમણે પૂર્ણત: ભોરોસો વ્યક્ત કર્યો છે. કેરળની 140 સીટ પર 6 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. પરિણામ 2 મેનાં રોજ આવવાનું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત