Homeગામનાં ચોરેજુની અદાવતનો કરુણ અંજામઃ મધ્યપ્રદેશમાં ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ, એક પરિવારના 6 લોકોની...

જુની અદાવતનો કરુણ અંજામઃ મધ્યપ્રદેશમાં ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ, એક પરિવારના 6 લોકોની હત્યા, જુઓ વીડિયો

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં આવેલા લેપા ગામમાં જુની અદાવતમાં 6 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. બે પરિવાર વચ્ચે ઘણા વર્ષોથી જમીન મામલે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો અંજામ કરુણ આવ્યો છે અને 6 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. સમગ્ર હત્યાકાંડનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લેપા ગામમાં છેલ્લા 10 વર્ષથી ચાલતા જમીન વિવાદમાં આજે સવારે ફાયરિંગ કરવામાં આવ્યું. બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં એક પરિવારના લોકોએ અન્ય પરિવારના લોકો પર ગોળીઓ વરસાવી અને 6 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ ફાયરિંગમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

doctor plus

પોલીસના જણાવ્યા પ્રમાણે લેપા ગામમાં ધીરસિંહ અને ગજેન્દ્રસિંહના પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ધીરસિંહના પરિવારના બે લોકોની વર્ષ 2013માં હત્યા કરવામાં આવી હતી. હત્યાનો આરોપ ગજેન્દ્રસિંહના પરિવાર પર લગાવવામાં આવ્યો હતો. મામલો કોર્ટમાં ચાલ્યો અને બન્ને પરિવારોએ સામાજિક રીતે સમાધાન કરી લીધું. સમાધાન થઈ જતાં ગજેન્દ્રસિંહ પક્ષનો પરિવાર ગામમાં રહેવા માટે આવી ગયો હતો.

ત્યારે આજે સવારે ધીરસિંહના પરિવારના લોકોએ ગજેન્દ્રસિંહ પક્ષના લોકો પર હુમલો કર્યો. પહેલા બન્ને પરિવારજનો વચ્ચે લાકડીઓ વડે મારામારી થઈ. ત્યારબાદ ધીરસિંહ પક્ષના શ્યામૂ અને અજીતે મળીને ગજેન્દ્રસિંહ અને તેના પરિવારજનો પર ગોળીઓ ચલાવવાની શરૂ કરી. જેમાં 6 લોકોના મોત થયા. સામે ઉભા રહીને જ બે યુવાનોએ ગોળીઓ ચલાવી.

ઘટનાની જાણકારી મળતાં જ પોલીસનો કાફલો લેપા ગામ પહોંચ્યો. એએસપી રાયસિંહ નરવરિયાએ જાણકારી આપતાં કહ્યું કે આ ફાયરિંગમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments