Team Chabuk-National Desk: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. આ ઘર્ષણમાં સેનાના પાંચ જવાનો શહીદ થઈ ગયા છે અને એક જવાનને ઈજા પહોંચી છે. તો સામે કેટલાક આતંકવાદીઓને પણ ઠાર કરાયા હોવાના સમાચાર છે. હાલમાં આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષાના કારણોસર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ખરાબ હવામાન અને વરસાદની વચ્ચે આ ઘર્ષણ ચાલી રહ્યું છે. જમ્મુ વિસ્તારના ભાટા ધૂરિયનના તોતા ગલી વિસ્તારમાં આતંકવાદીઓએ ઘાત લગાવીને સેનાના જવાનો પર હુમલો કર્યો. ત્યારબાદ આ વિસ્તારમાં છુપાયેલા આતંકીઓને બહાર કાઢવા ઓપરેશન ચાલી રહ્યું છે.

ઘર્ષણમાં બે જવાનો ઘટના સ્થળે જ શહીદ થયા હતા અને ચાર ઈજાગ્રસ્ત જવાનોને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરીને સારવાર માટે લઈ જવાયા હતા જેમાંથી ત્રણ જવાનો સારવાર દરમિયાન શહીદ થયા હતા. આમ કુલ પાંચ જવાનોને શહીદ થયા છે.
રાજૌરી સેક્ટરમાં કંડી જંગલમાં આતંકીઓ છુપાયા હોવાની વિશેષ સૂચના મળ્યા બાદ 3 મેના રોજ એક સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 5 મેના રોજ સવારે 7-30 વાગ્યાની આસપાસ આતંકવાદીઓ ગુફામાં છુપાયા હોવાની માહિતી મળી હતી. તેથી સેનાના જવાનોએ ત્યાં પહોંચીને આતંકીઓને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો તે દરમિયાન આતંકવાદીઓએ બોમ્બ ફેંક્યા હતા.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ