Homeદે ઘુમા કેઆ બાળકીઓ રાતોરાત થઈ ગઈ ફેમસ, SKYની જેમ ફરી ફરીને ફટકાર્યા શોટ્સ,...

આ બાળકીઓ રાતોરાત થઈ ગઈ ફેમસ, SKYની જેમ ફરી ફરીને ફટકાર્યા શોટ્સ, જાણો કેણ છે ‘લેડી SKY’

Team Chabuk-Sports Desk: હાલ સોશિયલ મીડિયા પર ક્રિકેટનો એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. જો કે, આ વીડિયો કોઈ જાણીતા ઈન્ટરનેશનલ ક્રિકેટરનો નથી. આ વીડિયો બે સગીરાનો છે. જેમાં 14 વર્ષની દીકરીઓ ક્રિકેટર સૂર્યકુમાર યાદવની જેમ બેટને સ્વિંગ કરીને ચોગ્ગા-છગ્ગા ફટકારી રહી છે.

વીડિયો રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ શેરપુરા કનાસર ગામનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ગામના કેટલાક બાળકો રેતાળ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા છે. જ્યાં સૂટ-સલવાર પહેરેલી એક બાળકી ખુબ જ સુંદર બેટિંગ કરી રહી છે. તે સૂર્યકુમાર યાદવની જેમ ફરી-ફરીને શોટ્સ ફટકારી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેણે ચપ્પલ પણ નથી પહેર્યાં. તે ખુલ્લા પગે રમવામાં મસ્ત છે. ખુલ્લા પગે બેટ વડે શોટ મારી રહી છે અને દરેક બોલ બાઉન્ડ્રી બહાર જઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો બાળકીઓ માટે મદદની અપીલ સાથે તેની પ્રશંસા કરી રહ્યા છે.

દાવો છે કે, આ બાળકીનું નામ મુમલ છે. એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યૂ આપતા તેણે કહ્યું હતું કે, તે ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવની ફેન છે અને તેની બેટિંગ જોઈને તેની જેમ રમવાનો પ્રયાસ કરે છે. મુમલ દરરોજ ત્રણથી ચાર કલાક રમે છે અને શાળાના શિક્ષક રોશન તેની પ્રેક્ટિસ કરાવે છે. બીજી તરફ મુમલ ગ્રામ પંચાયતથી માંડીને જિલ્લા કક્ષા સુધી ગ્રામીણ ઓલિમ્પિકમાં રમી ચૂકી છે. તે છોકરાઓની ટીમમાં પણ રમે છે.

માહિતી પ્રાપ્ત થઈ છે કે મુમલની પિતરાઈ બહેન અનીસાને ચેલેન્જર ક્રિકેટ ટ્રોફી અંડર -19 માં પસંદ કરવામાં આવી હતી, જ્યાં જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં આયોજિત ટ્રાયલ્સમાં તેને બોલર તરીકે પસંદ કરવામાં આવી હતી.

બીજી તરફ, મૂમલને સાત બહેનો અને બે ભાઈઓ છે અને તેના શિક્ષક અને કોચ રોશન ખાન, જેઓ મૂમલને ક્રિકેટ શીખવે છે, કહે છે કે જો મૂમલને સારું પ્લેટફોર્મ મળશે તો તે ચમકશે. સરકારને અપીલ કરે છે કે તે 14 વર્ષની ઉંમરે સારું રમે છે, તેથી તેને આગળ રમવાની તક આપવામાં આવે.
સચિન તેંડુલકર પણ દીકરીઓની બેટિંગથી પ્રભાવિત થયો હતો અને વીડિયો શેર કર્યો હતો.

આમ આદમી પાર્ટી અને દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ ગઈ કાલે વીડિયો ટ્વીટ કર્યો હતો અને લખ્યું હતું કે આ વીડિયો રાજસ્થાનનો જણાવવામાં આવી રહ્યો છે, આ દીકરી જે રીતે શોટ ફટકારી રહી છે, તેમાં તેની બેટિંગમાં સૂર્યકુમાર યાદવની ઝલક જોવા મળે છે. માલીવાલે સીએમ ગેહલોતને અપીલ કરતા કહ્યું કે, આવી પ્રતિભાને પ્રોત્સાહન આપવું જોઈએ અને સારી તાલીમ આપવી જોઈએ અને આ બાળકીની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળવું જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments