Homeદે ઘુમા કેજ્યારે ઓસ્ટ્રેલિયાનો પૂર્વ બોલર સચિનને બોલ્ડ કરી સચિનની જ સિગ્નેચર લેવા ગયો...

જ્યારે ઓસ્ટ્રેલિયાનો પૂર્વ બોલર સચિનને બોલ્ડ કરી સચિનની જ સિગ્નેચર લેવા ગયો !

Team Chabuk-Sports Desk: 6 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવી છે. ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં પ્રથમ ટેસ્ટમાં ભારતે જીત મેળવી છે અને બીજી મેચમાં જીતના લક્ષ્ય સાથે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરી છે. ભારતીય ટીમ આ મેચ જીતી 2-0ની લીડ મેળવવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમનો જીત મેળવી સિરીઝમાં બરાબરી કરવાનો પ્રયત્ન રહશે.

જો કે, આજે આપણે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી એ મેચના રસપ્રદ કિસ્સાની વાત કરવાના છે જે મેચ બાદ ઓસ્ટ્રેલિયનો પૂર્વ બોલર બ્રેડ હોગ સચિન તેંડુલકરની વિકેટ ક્યારેય નથી લઈ શક્યો.

5 ઓક્ટોબર 2007

એ સમયે મેદાન પર સચિન તેંડુલકરની બેટિંગ જોઈ સારા-સારા બોલર્સ પરસેવે રેબઝેબ થઈ જતા. સચિનને આઉટ કરવા એટલે જાણે કે લોઢાના ચણા ચાવવા. 5 ઓક્ટોબર 2007માં હૈદરબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે સિરીઝની ત્રીજી મેચ રમાઈ રહી હતી. ધોની ટીમની આગેવાની કરી રહ્યા હતા.

24મી ઓવરમાં ચાઈનામેન બોલર બ્રેડ હોગએ સચિન તેંડુલકરને બોલ્ડ કર્યા. જે સમયે સચિન તેંડુલકરને કોઈ આઉટ ન હતું કરી શકતું એ વખતે બ્રેડ હોગએ સચિનની વિકેટ ઝડપી.. અને એ પણ બોલ્ડ. જ્યારે સચિનની વિકેટ પડી ત્યારે સચિન લગભગ ક્રિઝ પર 119 મિનિટ કાઢી ચુક્યા હતા. 71 બોલ રમી ચુક્યા હતા અને 43 રન ફટકારી ચુક્યા હતા. જો કે, હોગનો બોલ તેમની આંખોને ચકમો આપીને સ્ટંપ પર જતો રહ્યો હતો.

હોગની ખુશીનો કોઈ પાર ન રહ્યો. કારણ કે, સદીના મહાન બેટ્સમેનની તેમણે વિકેટ લીધી હતી. ત્યારબાદ 290 રનનો પીછો કરતી ટીમ ઈન્ડિયા 243 રન પર સમેટાઈ ગઈ અને મેચ હારી ગઈ. મેચ પુરી થયા બાદ બ્રેડ હોગ સચિન પાસે સચિનની જ તસવીર લઈને પહોંચ્યા અને તેમના પર ઓટોગ્રાફ માગ્યો. હોગએ નિસ્વાર્થ ભાવે કહ્યું, મે તમારી વિકેટ લીધી છે, આ ક્ષણને યાદગાર બનાવવા માટે મને આપનો ઓટોગ્રાફ આપો.

સચિને સહજતાથી તસવીર પર ઓટોગ્રાફ આપી આપ્યો. જો કે, સાથે બ્રેડ હોગ માટે એક મેસેજ પણ લખ્યો કે, “આ ફરી વાર નહીં થાય હોગ !” ત્યારબાદ સમય પસાર થયો ગયો. મેચ રમાતી ગઈ પરંતુ હોગ સચિનની વિકેટ ક્યારેય ન લઈ શક્યા. સચિનની કહેલી વાત એકદમ સાચી નીકળી. બ્રેડ હોગએ એક ઈન્ટરવ્યૂમાં જાતે આ વાત સ્વીકારી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments