Team Chabuk-Entertainment Desk: બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેને (Sushmita sen) એક મહત્વપૂર્ણ સમાચાર શેર કર્યા છે. સુષ્મિતા સેને જણાવ્યું કે તેને થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. આ જાણકારી સુષ્મિતા સેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. સુષ્મિતા સેને લખ્યું કે, તેની એન્જિયોપ્લાસ્ટી થઈ ચુકી છે. તે હાલમાં એકદમ સ્વસ્થ છે અને ફરીથી જીંદગી જીવવા માટે તૈયાર છું.’
અભિનેત્રી સુષ્મિતા સેને ઇન્સ્ટાગ્રામ પર પોતાના પિતા સાથેનો ફોટો મૂકીને પોસ્ટ લખી છે. પોસ્ટમાં લખ્યું છે કે, ‘પોતાનું દિલ ખુશ અને હિમ્મતથી ભરેલું રાખો અને તે તમારો સાથે ત્યારે આપશે જ્યારે તમને તેના સાથની સૌથી વધારે જરુરિયાત હશે શોના, આ કામની વાત મને મારા પિતાએ કહી હતી. મને કેટલાક દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. એન્જિયોપ્લાસ્ટી થઇ ચૂકી છે. સ્ટેન્ટ લાગી ગયું છે અને સૌથી ખાસ વાત, મારા કાર્ડિયોલોજિસ્ટે કહ્યું કે, મારું દિલ મોટું છે.’
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘ઘણા લોકોનો આભાર માનવા માગુ છું જેમણે સમય પર મદદ કરી અને યોગ્ય પગલાં લીધા, આ હું બીજી પોસ્ટમાં શેર કરીશ. આ પોસ્ટ ફક્ત મારા વેલવિશર્સ અને ફેન્સેને ખુશખબરી આપવા માટે છે કે બધું સારું છું અને હું જિંદગી જીવવા માટે ફરીથી તૈયાર છું.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
