આજથી એકાદ દોઢ વર્ષ પહેલાની વાત છે. અર્ણબ ગોસ્વામી ટીવી પર એન્કરીંગ કરતાં હતા. ભાગ્યે જ એમના વિશે કોઈએ વાત કરી હશે. ને પછી અર્ણબ હિન્દીમાં એન્કરીંગ કરવા લાગ્યા. બ્રિટનમાં સમાજશાશ્ત્રનો અભ્યાસ કરનારા વ્યક્તિ માટે અને જેની ભાષા હિન્દી નથી, તેના માટે શરૂઆતમાં હિન્દી બોલવું આકરું પડે તે સ્વાભાવિક વાત છે.
અર્નબ છેલ્લા સાત મહિનાથી ન પ્રેઝન્ટ કરવા જેવા સમાચાર આપી વાઈરલ થઈ રહ્યો છે તેના પાયામાં હિન્દી ભાષા છે. જે સર્વેક્ષણ કોઈ ન કરી શક્યું તે અર્નબે ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં બેઠા બેઠા કરી દીધું.
અર્ણબે સાબિત કર્યું કે ભારત જેવા દેશમાં અંગ્રેજીની જગ્યાએ હિન્દી ન્યૂઝ ચેનલ વધારે જોવામાં આવે છે. અર્ણબે સાબિત કર્યું કે, આ દેશમાં તડકભડક, મસાલો ભભરાવીને સમાચારો રજૂ કરવામાં આવે તો ચેનલ જોવામાં આવે છે. અર્ણબે એ પણ સાબિત કર્યું કે ચેનલ જોનારા લોકો ચેનલના વીડિયો શેર કરી આપની ટીકા કરશે પણ જોશે તો તમને જ, કારણ કે એમાંથી તેમને જોતી હશે એવી મનોરંજનની વસ્તુ મળી જવાની છે. અર્ણબે એ પણ સાબિત કર્યું કે આજ તક જે રીતે સમાચારો ક્રિએટ કરે છે, એ રીતે જ પણ થોડો વધારે ડ્રામા ક્રિએટ કરીએ, તો પણ તમારી ચેનલમાં લોકોનો ઘસારો જોવા થશે. અર્ણબની ચેનલ નંબર વન પણ થઈ. રિપબ્લિકન ચેનલની ટીઆરપી ખોટી હોવાની વાત પણ સામે આવી અને હવે આજે અર્ણબની ધરપકડ કરી લેવામાં આવી છે.
આજે સવારે. સવારના સાડા છ વાગ્યા હતા. પોલીસ અર્ણબના મુંબઈના પરેલ ખાતે આવેલા નિવાસસ્થાને પહોંચી ગઈ. આવતા જતા માર્ગોને બ્લોક કરી દેવામાં આવ્યા. પોલીસે રિપબ્લિક સમાચારના પત્રકારોને પણ અંદર પ્રવેશતા રોક્યા. ચેનલનું ટ્વીટ તો એમ પણ કહે છે કે ઘર્ષણ પણ થયું હતું.
#BREAKING on #IndiaWithArnab | अर्नब गोस्वामी ने अपने निवास में पुलिस द्वारा शारीरिक हमले की पुष्टि की; जब वो पुलिस वैन की खिड़की से बोल रहे थे तो रिपब्लिक की क्रू टीम को धक्का दिया गया
— रिपब्लिक.भारत (@Republic_Bharat) November 4, 2020
देखिए रिपब्लिक भारत पर #LIVE : https://t.co/G945HvzM0Z
ધરપકડ થયા બાદ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરી લખ્યું છે કે, વરિષ્ઠ પત્રકાર અર્ણબ ગોસ્વામીની ધરપકડ એ ગંભીર રૂપથી આલોચનાત્મક, અનુચિત અને ચિંતાજનક છે. 1975ની ઈમરજન્સીનો વિરોધ કરતાં અમે પ્રેસની સ્વતંત્રતાની લડાઈ લડી છે.
The arrest of senior journalist #ArnabGoswami is seriously reprehensible, unwarranted and worrisome. We had fought for freedoms of Press as well while opposing the draconian Emergency of 1975.
— Ravi Shankar Prasad (@rsprasad) November 4, 2020
વકિલ મહેશ જેઠમલાણી કહે છે કે, અર્ણબ ગોસ્વામીની ધરપકડ એક એવી ઘટનામાં કરવામાં આવી છે જે અંગે થોડા વર્ષો પહેલા ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો હતો. જો પોલીસ ફરીથી કેસ ખોલે છે તો પણ ધરપકડ ખોટી છે. આ તો બદલાની ભાવનાથી કરવામાં આવેલી કાર્યવાહી છે.
The arrest of Arnab Goswami in a case where a closure report was filed a few years ago is a shocking abuse of police power. Even if the police have reopened the case the arrest is totally malafide. Instead of ignoring Arnabs challenge to arrest him the State has shown arrogance
— Mahesh Jethmalani (@JethmalaniM) November 4, 2020
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, આ મીડિયાની સાથે વ્યવહાર કરવાની પદ્ધતિ નથી. આ અમને ઈમરજન્સીની યાદ અપાવે છે જ્યારે મીડિયાની સાથે આવો વ્યવહાર કરવામાં આવતો હતો.
सोनिया गांधी और राहुल गाँधी के नेतृत्व में काम कर रही #कांग्रेस अभी भी आपातकालीन मनस्तिथि में है। इसी का सबूत आज महाराष्ट्र में उनकी सरकार ने दिखाया है। लोग ही इसका लोकतांत्रिक जवाब देंगे।@republic
— Prakash Javadekar (@PrakashJavdekar) November 4, 2020
मुंबई में प्रेस-पत्रकारिता पर जो हमला हुआ है वह निंदनीय है। यह इमरजेंसी की तरह ही महाराष्ट्र सरकार की कार्यवाही है। हम इसकी भर्त्सना करते हैं।@PIB_India @DDNewslive @republic
— Prakash Javadekar (@PrakashJavdekar) November 4, 2020
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મીડિયાના જે લોકો આજે અર્ણબના સમર્થનમાં ઊભા નથી એ ફાસીવાદનું સમર્થન કરે છે. તમે અર્ણબને પસંદ નથી કરતાં, તમે તેને સ્વીકાર નથી કરતાં, તમે તેના અસ્તિત્વને તુચ્છ સમજો છો. પણ જો તમે ચૂપ રહો છો તો તમે દમનનું સમર્થન કરો છો. કોણ બોલશે જો આગામી નંબર તમારો છે.
Those in the free press who don’t stand up today in support of Arnab, you are now tactically in support of fascism. You may not like him, you may not approve of him,you may despise his very existence but if you stay silent you support suppression. Who speaks if you are next ?
— Smriti Z Irani (@smritiirani) November 4, 2020
અમિત શાહે પણ ઈમરજન્સીનો જ પોતાના ટ્વીટમાં ઉલ્લેખ કર્યો અને આ ઘટનાને વખોડી કાઢી.
Congress and its allies have shamed democracy once again.
— Amit Shah (@AmitShah) November 4, 2020
Blatant misuse of state power against Republic TV & Arnab Goswami is an attack on individual freedom and the 4th pillar of democracy.
It reminds us of the Emergency. This attack on free press must be and WILL BE OPPOSED.