Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં હૈયું કંપાવી દે તેવી ઘટના બની છે. અહીં એક યુવકે પોતાની પત્ની અને બે વર્ષની પુત્રીનું ગળું છરી વડે રહેસી નાખ્યું અને બાદમાં પોતે પણ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું. આમ, એક જ દિવસમાં બે-બે હત્યા અને આત્મહત્યાના કિસ્સાથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.

આ સમગ્ર મામલે બીડ પોલીસને જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અહીં 28 વર્ષીય અલાબક્ષ અહમદ શેખ નામના વ્યક્તિએ પ્રથમ તેની 22 વર્ષીય પત્ની શબનમ અને ત્યારબાદ તેની પુત્રી આશિફાની હત્યા કરી હોવાનો દાવો છે. આરોપીએ છરી વડે બંનેના ગળા કાપ્યા હોવાનો દાવો છે. એટલું જ નહીં ત્યારબાદ તેણે પણ ગળેફાંસો લગાવી લીધો હતો. ઘટનાસ્થળે પહોંચીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
સિરસાલા પોલીસ સ્ટેશનના ASI પ્રદીપ એકસિંગે જણાવ્યું હતું કે, અલાબક્ષ પરલી નગરમાં થર્મલ પાવર હાઉસમાં વેલ્ડર તરીકે કામ કરતો હતો. આ પરિવાર એક લગ્નમાં હાજરી આપવાનો હતો પરંતુ જ્યારે દંપતી ત્યાં ન પહોંચ્યું ત્યારે જે ઘરે લગ્ન હતા તેમના પરિવારજનો જ દંપતીના ઘરે પહોંચ્યા હતા. તેમણે ત્યા જોયું તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. જેને લઈને કંઈક અજૂગતું થયું હોવાની આશંકા ગઈ હતી. વારંવાર દરવાજો ખખડાવવા તેમજ દંપતીને અવાજ કરવા છતાં દરવાજો ન ખોલતા તેમણે દરવાજો તોડી નાખવાનો વિચાર કર્યો.

જ્યારે હાજર લોકોએ ઘરનો દરવાજો તોડ્યો તો અલાબક્ષ ફાંસી પર લટકી રહ્યો હતો બીજી તરફ ઘરમાં તેની પત્ની અને પુત્રી લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડ્યા હતા. ત્રણે લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવીને મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ શરૂ કરી હતી.
હાલ આ મામલે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે, આડાસંબંધોની આશંકાએ પતિએ પત્નીની હત્યા કરી દીધી હોઈ શકે છે. જો કે, આ મામલે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પતી પત્નીના મોબાઈલના આધારે આ કેસનો ભેદ ઉકેલાઈ શકે છે.

બીજી તરફ યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, બંને વચ્ચે તાજેતરમાં ઝઘડો થયો હોય તેવું તેમની જાણમાં નથી. બંને વચ્ચે સારા સંબંધો હતો. તેમને પણ આ વાતનું આશ્ચર્ય છે કે અચાનક આવી ઘટના કેમ બની ગઈ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત