Homeગામનાં ચોરેહચમચાવી દે તેવી ઘટના: ધનલાભની લાલચે ડોક્ટર દંપતીએ 2 મહિલાની બલી ચઢાવી,...

હચમચાવી દે તેવી ઘટના: ધનલાભની લાલચે ડોક્ટર દંપતીએ 2 મહિલાની બલી ચઢાવી, જાણો વધુ વિગતો

Team Chabuk-National Desk: કેરલના ત્રિરુવલ્લામાં અંધવિશ્વાસને કારણે ડોક્ટર અને તેમની પત્નીએ બે મહિલાઓની ગળું દબાવી હત્યા કરી નાખી. બાદમાં તેને દફન કરી દીધા હતા. આરોપીઓને વિશ્વાસ હતો કે આવું કરવાથી તેમને ધનલાભ થશે. આ કામમાં એક તસ્કરે તેની મદદ કરી હતી. ઘટના 27 સપ્ટેમ્બરની છે. પોલીસે ત્રણ આરોપીઓની મંગળવારે ધરપકડ કરી હતી. ત્રિરુવલ્લામાં રહેતા ડોક્ટર ભાગવત ઘણા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા હતા. તેમની પત્ની લીલાએ પેરુમ્બવૂરમાં રહેતા એક તાંત્રિકનો સંપર્ક કર્યો. તેણે કહ્યું કે, માણસની બલી આપવાથી ભગવાન ખુશ થશે. તેણે બે મહિલાઓની બલી આપવા કહ્યું. સાથે એ પણ કહ્યું કે બલી માટે મહિલાઓની વ્યવસ્થા પણ તે કરી દેશે.

લીલાએ ફેસબૂકના માધ્યમથી તાંત્રિક સાથે સંપર્ક કર્યો. તાંત્રિક કલાડી અને કદવંતરાની રહેવાસી બે મહિલાઓને પૈસા અને કામ આપવાની લાલચ આપી ત્રિરુવલ્લા લાવ્યો હતો. અહીંથી ડોક્ટર દંપતી અને તાંત્રિક બંનેને પથનમથિટ્ટાના એલાંથુર લઈ ગયા. તેમણે અહીં તંત્ર યજ્ઞ કર્યો અને મહિલાઓની બલી ચઢાવી. બંને મહિલાઓને એલાંથુરમાં જ દફનાવવામાં આવી હતી.

પોલીસ કમિશનર સીએચ નાગારાજુએ જણાવ્યું કે, કદવંતરાથી બોલાવવામાં આવેલી મહિલાના પરિવારે ગુમશુદાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેના મોબાઈલ લોકેશનથી તપાસ કરી અને ત્રિરુવલ્લુ પહોંચી. ત્યાંના CCTVની તપાસ કરતા મહિલાનો ડોક્ટર સાથે સંપર્ક થયાની જાણ મળી. પોલીસે ડોક્ટર દંપતીની પૂછપરછ કરતા તેમણે સમગ્ર ઘટના જણાવી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments