Homeગામનાં ચોરેદુર્ગા વિસર્જન વખતે મલ નદીમાં અચાનક પાણી આવ્યું, 8ના મોત, 20થી વધુ...

દુર્ગા વિસર્જન વખતે મલ નદીમાં અચાનક પાણી આવ્યું, 8ના મોત, 20થી વધુ ગૂમ, 50ને બચાવાયા

Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મા દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ. મૂર્તિ વિસર્જન દરમિયાન મલ નદીમાં તણાઈ જતાં 8 લોકોનાં મોત થયાં છે જ્યારે 50 જેટલા લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. 20-25 લોકો હજુ પણ ગુમ છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.

બુધવારે મોડી સાંજે મલ નદીમાં લોકો મા દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવા ગયા હતા. આ દરમિયાન જ નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું. મૂર્તિ વિસર્જન કરવા ગયેલા લોકો આ ધમસમસતા પ્રવાહમાં ફસાયા હતા. પાણીનો પ્રવાહ એટલો વધુ હતું કે લોકો તણાયા હતા. ઘટનાસ્થળે લોકોની ચીચીયારી અને બચાવોની બૂમો ગૂંજી ઉઠી હતી. બીજી તરફ દુર્ઘટના અંગે માહિતી મળતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટી તંત્રએ જેસીબીની મદદથી લોકોને શોધવાની કામગીરી શરૂ કરી છે.

આ તરફ પ્રધાનમંત્રી મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું હતું કે “દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન દુર્ઘટનાથી દુઃખી છું. જેમણે તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના”

ડીએમ મૌમિતા ગોદારા બસુએ કહ્યું કે, દુર્ઘટનામાં 8 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં ચાર મહિલા પણ સામેલ છે. લગભગ 40 લોકો હજુ પણ એક ટાપુ પર ફસાયા છે. NDRFની ટીમ લોકોને બચાવવામાં વ્યસ્ત છે. અત્યારસુધીમાં 50 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

રાજસ્થાનના અજમેરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન 6 યુવકનાં ડૂબી જવાથી મોત થયાં છે. મૃતકોમાં કાકા અને ભત્રીજાનો પણ સમાવેશ થાય છે. એક યુવકનો પગ લપસી ગયો હતો. તેને બચાવવા માટે એક પછી એક વધુ 5 યુવક પાણીમાં ઊતર્યા અને બધા ડૂબી ગયા હતા. ભારે જહેમત બાદ ગ્રામજનોએ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ ઘટના અજમેરના નસીરાબાદ સ્થિત નંદલા વિસ્તારની છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments