Homeગામનાં ચોરેPMનો આર્મીવાળો અંદાજ: સરહદ પર સૈનિકો સાથે PM, કહ્યું, મારી દિવાળીની મીઠાશ...

PMનો આર્મીવાળો અંદાજ: સરહદ પર સૈનિકો સાથે PM, કહ્યું, મારી દિવાળીની મીઠાશ તમારી વચ્ચે વધી જાય છે

Team Chabuk-National Desk: વડાપ્રધાન મોદી દર વર્ષની જેમ આ વખતે પણ સરહદ પર સૈનિકોની સાથે રોશનીનો તહેવાર દિવાળી મનાવવા પહોંચ્યા છે. વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદે બિરાજમાન થયા છે ત્યારથી તેઓ સૈનિકો સાથે જ દિવાળી ઉજવી રહ્યા છે.  એક દિવસ પહેલા જ તેમને અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં રામ લલાની પૂજા કરી હતી, તેમને રામ મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિની સમિક્ષા કરી હતી. પીએમ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યાએ એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. વડપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી દર વર્ષ સૈનિકોની સાથે દિવાળી મનાવી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને કહ્યું કે મારા માટે વર્ષોથી મારો પરિવાર તમે બધા છો. તમારી વચ્ચે આવવાથી મારી દિવાળીની મીઠાશમાં વધારો થાય છે, મારી દિવાળીનો પ્રકાશ તમારી વચ્ચે છે અને આગામી દિવાળી સુધી મારી સ્થિતિને પ્રકાશિત કરે છે. બહાદુરીની અનોખી ગાથાઓ સાથે આપણી પરંપરા, મધુરતા અને મીઠાશ પણ મહત્વની છે. તેથી જ ભારત તેના તહેવારો પ્રેમથી ઉજવે છે. સમગ્ર વિશ્વને તેમાં સામેલ કરીને ઉજવણી કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય હતું કે હું એ વિજયનો સાક્ષી બન્યો હતો અને મેં એ યુદ્ધને નજીકથી જોયું હતું. હું અહીંના અધિકારીઓનો આભારી છું કે તેઓએ મને 23 વર્ષ જૂની તસવીરો બતાવીને મને તે ક્ષણ યાદ અપાવી. દેશના એક સામાન્ય નાગરિક તરીકેની મારી ફરજ મને યુદ્ધના મેદાન સુધી લઈ આવી હતી. અમે જે પણ મદદ કરી શકતા હતા, તે કરવા માટે અહીં આવ્યા હતા. અમે માત્ર પુણ્ય કમાવવા આવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments