Team Chabuk-Special Desk: સ્વાસ્થ્ય માટે ફળો ખાવા સારી વાત છે. ખાસ કરીને સફરજન ખાવાથી ઘણા ફાયદા થાય છે. સફરજનમાં આરોગ્યનો ખજાનો છુપાયેલો હોય છે. જો દરરોજ સફરજન ખાવામાં આવે તો આરોગ્યને ઘણા ફાયદા થઇ શકે છે. મોટાભાગે જગ્યાઓ પર લાલ સફરજન ખાવાનુ ચલણ છે, પરંતુ ગ્રીન એપલ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. ગ્રીન એપલમાં કેલ્શિયમ, આયરન, વિટામિન અને એન્ટીઑક્સિડેન્ટ્સ જેવા ગુણ હોય છે, જે શરીરને ફાયદો પહોંચાડે છે અને બિમારીઓને દૂર કરે છે.
મેન્ટલ હેલ્થ માટે ફાયદાકારક
ગ્રીન એપલમાં ક્યુરસેટિન નામનુ તત્વ હોય છે. માનસિક હેલ્થને મજબૂત કરવા માટે ગ્રીન એપલ સૌથી સારું માનવામાં આવે છે. જે લોકોને અલ્જાઈમરની બિમારી છે તેમણે દરરોજ ગ્રીન એપલનુ સેવન કરવુ જોઈએ.
હાડકા કરો મજબૂત
ગ્રીન એપલમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ જરૂરી છે. મહિલાઓના હાડકા એક ઉંમર પછી નબળા થવા લાગે છે. એવામાં દરરોજ ગ્રીન એપલનુ સેવન કરી શકો છો.
લીવરને મજબૂત બનાવો
ગ્રીન એપલમાં રહેલા પોષક તત્વ લીવરને મજબૂત બનાવવાનુ કામ કરે છે. ગ્રીન એપલમાં એન્ટી ઑક્સિ઼ેન્ટ્સ અને ફાયબર હોય છે. આ પાચન માટે ફાયદાકારક છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત