Team Chabuk-Gujarat Desk: પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનના આબુ રોડ પહોંચ્યા હતા. રાજસ્થાન બોર્ડર પર આબુ ખાતેના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેઓ સભા સ્થળ પર 10 વાગ્યા બાદ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ રાજસ્થાનના આબુ રોડ ખાતે વિશાળ સભાને સંબોધવા માટે માઈકનો ઉપયોગ કર્યો ન હતો કારણ તેઓ 10 વાગ્યા પછી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાના કોઈપણ નિયમનું ઉલ્લંઘન કરવા માંગતા ન હતા. જેથી તેમણે મોટી સંખ્યામાં આવેલા લોકોને માઈક વગર જ ટૂંકું સંબોધન કર્યું હતું. અને સ્ટેજ પર માથું ઝુકાવી મોડા પહોંચવા બદલ માફી માંગી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ રાજસ્થાનના આબુ રોડ ખાતે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.જનસભામાં હજારોની જનમેદની સામે મોદી નતમસ્તક થયા હતા. નિયમ પ્રમાણે રાત્રે 10 પછી લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ છે. તેથી પીએમ મોદીએ રાત્રે 10 વાગ્યા પછી હું માઈકનો ઉપયોગ નહી કરી શકુ, તે બદલ દુખ છે તેવુ કહી નિયમનું પાલન કરતા દેશનાં પ્રધાનમંત્રીએ વગર માઈકે સભાને સંબોધી હતી. PM મોદીએ ફરી તેમના સમક્ષ હાજરી આપવાની વાત કરી હતી.
#WATCH | At Abu Road in Rajasthan, PM Narendra Modi didn't use a mic to address the huge gathering as he didn’t want to violate any rule of using loudspeaker post 10pm pic.twitter.com/8Q0SyKFkdI
— ANI (@ANI) September 30, 2022
વડાપ્રધાનના આ નિર્ણયને ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ વધાવી લીધો છે. નિયમનું ઉલ્લંઘન ન કરી વડાપ્રધાને ફરી એકવાર લોકોના દીલ જીતી લીધા છે. ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે, વડાપ્રધાનની આ સાદગી અને તેમની નિયમો પાળવાની દ્રઢ શક્તિ દરેકે પોતાના જીવનમાં ઉતારવી જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત