Homeગામનાં ચોરેRavish Kumar: "नमस्कार में रवीश कुमार ।", ગામડાથી શરૂ થયેલી સફર કેવી...

Ravish Kumar: “नमस्कार में रवीश कुमार ।”, ગામડાથી શરૂ થયેલી સફર કેવી રીતે દિલ્લી સુધી પહોંચી ?

Team Chabuk-Gujarat Desk: રવીશ કુમારનો (Ravish Kumar) જન્મ 5 ડિસેમ્બર 1974એ બ્રાહ્મણ પરિવારમાં થયો. બિહારના ચંપારણ જિલ્લાના મોતીહારી ગામમાં રવીશ કુમારનું (Ravish Kumar) બાળપણ પસાર થયું. પટનામાં લોયોલા હાઈસ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. ધોરણ 10થી જ તેઓએ પોતાની અટક પણ છોડી દીધી છે. 10માં ધોરણથી જ તેઓ માત્ર રવીશ કુમારથી (Ravish Kumar) ઓળખાવા લાગ્યા છે. એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રવીશ કુમાર પોતે જ આ વાત કહી છે.

1990માં તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તેઓ (Ravish Kumar) દિલ્લી આવી ગયા. ગામડામાંથી દિલ્લીમાં શિફ્ટ થયા ત્યારે તેમની આંખોમાં IAS બનવાનું સપનું હતું. તૈયારી સાથે તેમનો અભ્યાસ આગળ ચાલતો રહ્યો. દિલ્લી યુનિવર્સિટીની એક કોલેજમાંથી તેમણે ઈતિહાસમાં ગ્રેજ્યુએશન કર્યું. સિવિલ સર્વિસ માટે પ્રયત્ન પણ કર્યો જો કે, તેમના નિષ્ફળતા મળી. ગ્રેજ્યુએશન બાદ ઈન્ડિનય ઈન્સ્ટીટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC)માંથી તેમણે (Ravish Kumar) પત્રકારત્વનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમનું જીવન ધીમે-ધીમે બદલાતું ગયું.

કોલેજના સમયગાળા દરમિયાન તેમની મુલાકાત નયના દાસગુપ્તા સાથે થઈ. જેમની સાથે તેમણે પ્રભુતામાં પગલાં માંડ્યા. રવિશ કુમારનો (Ravish Kumar) પરિવાર ન માન્યો એટલે બંનેએ પ્રેમલગ્ન કર્યા. નૈનાદાસ શ્રીરામ કોલેજમાં ઈતિહાસ ભવનમાં HOD છે. રવીશ કુમાર અને નયના દાસગુપ્તાને બે દીકરીઓ છે.

રવીશ કુમાર અને તેમના પત્ની નયના દાસગુપ્તા

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રવીશ કુમાર (Ravish Kumar) 1996માં NDTV સાથે જોડાયા અને ગ્રાઉન્ડ પર ઉતર્યા. શરૂઆતથી જ તેઓના પ્રાથમિક મુદ્દાઓ ગામડું, ખેડૂતો પર અને શ્રમિકોની સમસ્યાઓ રહ્યા. પોતાની પત્રકારત્વની એક અલગ જ શૈલીથી તેઓએ ટૂંક જ સમયમાં લોકોના દિલોમાં જગ્યા બનાવી લીધી અને પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરી. ત્યારબાદ તેઓએ ‘રવીશ કી રિપોર્ટ’, ‘હમ લોગ’ અને ‘પ્રાઈમ ટાઈમ’ શૉને હોસ્ટ કર્યા. આ શૉમાં રવીશ કુમારનો (Ravish Kumar) બેબાક અંદાજ જોવા મળ્યો. આ જ કારણે રવીશ કુમારને (Ravish Kumar) રાજકીય દળો તરફથી જાનથી મારી નાખવાની ધમકી પણ મળી તેવો દાવો છે. જો કે, રવીશ કુમાર (Ravish Kumar) પત્રકારત્વમાં જરા પણ ફેરફાર થયો નહીં. તેઓ સત્ય માટે બોલતા રહ્યા. રવીશ કુમાર (Ravish Kumar) પોતાનો એક બ્લોગ પણ છે જેમાં લખેલા રાજકીય અને સામાજિક વિષયો પરના આર્ટિકલ લોકોને ખુબ પસંદ પડે છે.

એન્કરિંગમાં પણ તેઓ નમસ્કાર મે રવીશ કુમાર…થી ચાલું કરે અને ડાયરેક્ટ મુદ્દા પર આવે. પ્રથમ પાંચ મિનિટમાં જ તેઓ એવી રીતે વિશ્લેષણ કરે કે ચેનલ પરથી કોઈને પણ હટવાનું મન ન થાય. તેમાં પછી આલોચના પણ હોય અને વખાણ પણ.

રવિશ કુમારને (Ravish Kumar) અત્યાર સુધીમાં અનેક પુરસ્કાર મળી ચુક્યા છે. 2019માં રવિશને ગરીબોનો અવાજ સાર્વજનિક મંચ પર ઉઠાવવા બદલ રેમન મૈગસેસે એવોર્ડ એનાયત કરાયો હતો. પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષ બાદ આ એવોર્ડ રવીશ કુમારના નામે આવ્યો હતો. મહત્વનું છે કે, આ એવોર્ડ અત્યાર સુધીમાં આંગળીના વેઢે ગણાય જાય તેટલા જ ભારતીયોને મળ્યો છે.

આ ઉપરાંત હિન્દી પત્રકારત્વમાં તેમને 2014માં ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કાર એનાયત કરાયો. જ્યારે રામનાથ ગોયંકા એવોર્ડ-2013, ઈન્ડિયન ટેલિવિઝન પુરસ્કાર-2014, ઉત્તમ હિન્દી એન્કર. પત્રકારત્વ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે કુલદીપ નાયર એવોર્ડ-2017થી પણ સન્માનિત કરાયા છે. જો કે, હવે તેમણે તેમના જીવનમાં એક મોટો વળાંક લીધો છે. 1996થી NDTV સાથેની સફરનો અંત આવ્યો છે. ચેનલમાંથી તેમણે રાજીનામું ધરી દીધું છે. રવીશ કુમારે તો થોડા દિવસ પહેલા જ એક ખાનગી કાર્યક્રમમાં જાહેર કર્યું હતું કે, હું મારી યુટ્યૂબ ચેનલ શરૂ કરું છું. જે ચેનલ Ravish Kumar Official નામે હાલ ચાલુ છે. જેનાથી તેઓ તેમના ફોલોઅર્સ સાથે જોડાયેલા રહેશે.

રવીશ કુમાર (Ravish Kumar) અત્યાર સુધીમાં પાંચ પુસ્તકો પણ લખી ચુક્યા છે.

‘દેખતે રહિયે’
‘રવીશપન્તી’
‘ધ ફ્રી વોઈસ: ઓન ડેમોક્રેસી, કલ્ચર એન્ડ ધ નેશન’
‘બોલના હી હૈ: લોકતંત્ર, સંસ્કૃતિ ઔર રાષ્ટ્ર કે બારેમે’
‘ઈશ્ક મે શહર હોના’
આ પુસ્તકમાં લવ સ્ટોરી છે. પુસ્તકના નામ પરથી કહી શકાય કે, રાજકીય વિષયોમાં નિષ્ણાત પ્રેમની દુનિયામાં પણ લટાર મારી શકે છે. તેમના જીવનમાં પ્રેમનું પણ અલગ મહત્વ છે.

તાજેતાજે ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments