Team Chabuk-National Desk: NDTV ઈન્ડિયાના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ એડિટર રવીશ કુમારે (ravish kumar) રાજીનામું આપી દીધું છે. એનડીટીવીના જાણીતા ચહેરા, રવીશ કુમારે તેમના કાર્યકાળ દરમિયાન હમ લોગ, રવીશ કી રિપોર્ટ, દેશ કી બાત અને પ્રાઇમ ટાઇમ સહિતના ઘણા કાર્યક્રમો કર્યા.
રવીશ કુમારને બે વખત પત્રકારત્વમાં યોગદાન માટે રામનાથ ગોએન્કા એક્સેલન્સ એવોર્ડ અને 2019માં રેમન મેગ્સેસે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
રવીશ કુમારનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે એનડીટીવીના એક્ઝિક્યુટિવ કો-ચેરમેન પ્રણવ રાયે એક દિવસ પહેલા જ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઘણા દિવસોથી રવીશ કુમારના રાજીનામાની અટકળો હતી. જોકે, બુધવારે તેમણે સત્તાવાર રીતે મેઈલ મોકલીને રાજીનામું આપ્યું છે.
ભારતના એકમાત્ર એવા પત્રકાર કે, જેમણે વિશ્વ પ્રસિદ્ધ મેગ્સેસે સન્માન પ્રાપ્ત કર્યું છે. તેમણે બુધવારે NDTV ન્યૂઝ ચેનલમાંથી રાજીનામુ આપ્યું છે. જેનાથી ભારતીય પત્રકારત્વ જગતમાં ચર્ચાનો એક નવો વિષય શરૂ થઈ ગયો છે.
હિન્દી પત્રકારત્વમાં પોતાના જ્ઞાન અને આગવી સમજથી એક અલગ જ ઓળખ પ્રસ્થાપિત કરનારા NDTVના પ્રાઇમ ટાઈમ એન્કર રવીશ કુમારે બુધવારે NDTVમાંથી રાજીનામુ આપ્યું છે. તેઓએ એક ફિલ્ડ રિપોર્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને હાલ તેઓ NDTVના એડિટર પદે હતા. થોડા સમય પહેલા જ NDTVના શેર ખરીદીને NDTV અદાણી ગ્રૂપ હસ્તક થઈ ગયું હોવાની ચર્ચા છે. જેને પગલે NDTVના સંસ્થાપક ડૉ. પ્રણવ રોય અને રાધિકા રોયે NDTVની કમાન અદાણી ગ્રૂપને સોંપી દીધી હતી. જેનો સીધો અર્થ એવો થાય કે, હવે રવીશ કુમારે અદાણી ગ્રૂપ કહે એમ પત્રકારત્વ કરવું પડે. માટે જ રવીશ કુમારે રાજીનામુ આપ્યું હોવાની પણ લોકોમાં ચર્ચા છે.
રવીશ કી રિપોર્ટ, દેશ કી બાત અને પ્રાઇમ ટાઈમ વિથ રવીશ કુમાર આવા અનેક શો અને પોતાના કામ દ્વારા લોકપ્રિય બનનારા રવીશ કુમારે તો રાજીનામુ આપી દીધું છે. પણ હવે જોવાનું એ રહ્યું કે, NDTVમાં ‘કોર્પોરેટ કલ્ચર’ના પગપેસારા બાદ કેટલા રાજીનામાં પડે છે અને આગળ શું થાય છે.
સરકાર કે તંત્રની પરવા કર્યા વિના કાયમ લોકોનો અવાજ બનનારા રવીશ કુમારે તો થોડા દિવસ પહેલા જ એક ખાનગી કાર્યક્રમમાં જાહેર કર્યું હતું કે, હું મારી યુટ્યૂબ ચેનલ શરૂ કરું છું. જે ચેનલ Ravish Kumar Official નામે હાલ ચાલુ છે. જેનાથી તેઓ તેમના ફોલોઅર્સ સાથે જોડાયેલા રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત