Homeગામનાં ચોરેશિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને મોટી રાહત, જાણો વધુ વિગત

શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને મોટી રાહત, જાણો વધુ વિગત

Team Chabuk-Gujarat Desk: શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને મોટી રાહત મળી છે. PMLAએ કોર્ટે તેમને જામીન આપ્યા છે. રાઉતની સાથે કોર્ટે પ્રવીણ રાઉતને પણ જામીન આપી દીધા છે. સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઓગસ્ટમાં પાત્રા ચાલ જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી.

પાત્રા ચાલ જમીન કૌભાંડ રૂ. 1,039 કરોડનું છે. આ કૌભાંડમાં EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. આ પછી EDએ સંજય રાઉતના ઘરની તપાસમાં 11.5 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા હતા. આ કેસમાં એપ્રિલમાં ઇડીએ રાઉતની પત્ની વર્ષા રાઉત અને તેમના નજીકના સહયોગીઓની 11.15 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments