Homeગામનાં ચોરેવધુ એક નિર્ભયા ! આરોપીએ યુવતીના પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો પાઈપ, અર્ધનગ્ન હાલતમાં...

વધુ એક નિર્ભયા ! આરોપીએ યુવતીના પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો પાઈપ, અર્ધનગ્ન હાલતમાં મળી લાશ

Team Chabuk-National Desk: હરિયાણા ફરીદાબાદમાં નિર્ભયા જેવો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સેક્ટર-7માં એક બગીચામાં અર્ધનગ્ન હાલતમાં લોહીથી લથપથ હાલતમાં એક યુવતીની લાશ મળી આવી છે. એટલું જ નહીં દાવો છે કે, યુવતીના ગુપ્તાંગમાં પાઈપ જેવી કોઈ વસ્તુ હતી. ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

હાલ યુવતીની ઓળખ થઈ શકી નથી. બીજી તરફ પોલીસે મામલાની ગંભીરતાની નોંધ લઈ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતદેહ 2-3 દિવસ જૂનો છે. મૃતકની ઉંમર 32 વર્ષ જેટલી છે. યુવતીના બંને હાથ પર ઓમ લખ્યું છે અને એક હાથ પર RM લખ્યું છે. હાલ પોલીસ યુવતીની ઓળખ કરવાની કામગીરીમાં લાગી છે. અલગ-અલગ જગ્યાએથી યુવતીની માહિતી મેળવાઈ રહી છે. તો સાથે જ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે તપાસ માટે અલગ-અલગ ટીમ બનાવી છે. યુવતીએ સૂટ પહેર્યું હતું પરંતુ તે અર્ધનગ્ન હાલતમાં હતી. તેના માથાના ભાગે ઈજાના નિશાન હતા. જેમાંથી લોહી વહીને સુકાઈ ગયું હતું. પોલીસે હત્યા અને દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments