Team Chabuk-National Desk: તમિલનાડુમાં એક સાધુ બંદૂક લઈને બેકમાં પહોંચી ગયા. સાધુના હાથમાં બંદૂક જોતા જ બેંકમાં અફરા તફરી મચી ગઈ. એવામાં તેમણે બેંક લૂટવાની ધમકી આપી દીધી જેને લઈ બેંક સ્ટાફ સહિતના લોકોનો ભય બમણો થઈ ગયો. જો કે, ભારે ડ્રામા બાદ આખરે પોલીસે સાધુની ધરપકડ કરી હતી.સાધુએ આ સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઈવ પણ કરી હતી.
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, પ્રાથમિક તપાસમાં જે વિગતો સામે આવી છે જેને લઈને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે, દીકરીના ભણતર માટે લોન ન મળતાં સાધુ ગુસ્સે થયા હતા અને બંદૂક લઈને બેંકમાં પહોંચી ગયા હતા.
ઘટના તામિલનાડુના તિરુવરુરની છે. સાધુની ઓળખ થિરૂમલાઈ સ્વામી તરીકે થઈ છે. તિરુવરૂર જિલ્લાના મૂલંગુડી ગામમાં ઈદી-મિનાલ (થંડર અને સ્ટોર્મ) સંગમ ચલાવે છે. તેની પુત્રી ચીનમાં મેડિકલનો અભ્યાસ કરી રહી છે. સાધુ તેના અભ્યાસ માટે લોન લેવા માટે સિટી યુનિયન બેંક પહોંચ્યો હતો, પરંતુ ત્યાંના સ્ટાફે તેની પાસેથી લોનના બદલામાં પ્રોપર્ટીના પેપર માંગ્યા હતા.
પ્રોપર્ટીના પેપર માગવા પર સાધુએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે જ્યારે બેંકને વ્યાજ સાથે પૈસા પાછા મળી રહ્યા છે તો પ્રોપર્ટીના પેપર કેમ માગે છે. અધિકારીઓ સહમત ન થયા અને લોન આપવાની ના પાડી દીધી. સાધુને પાછા ફરવું પડ્યું. આ પછી સાધુ ઘરે ગયો અને રાઇફલ લઈ પાછો બેંકમાં ગયો. આ જોઈ ઉપસ્થિત લોકો હેરાન થઈ ગયા. સાધુએ પહેલા અધિકારીઓની સામે ધૂમ્રપાન કર્યું, પછી રાઈફલ બતાવીને ધમકાવવાનું શરૂ કર્યું હતું.
સાધુ સ્ટાફને કહેવા લાગ્યો કે બેંકે લોન આપવાની ના પાડી દીધી છે. આ માટે તે બેંક લૂંટવા આવ્યો છે. તે પછી થિરપમલાઈએ ફોન લઈ સમગ્ર ઘટનાનો ફેસબુક લાઈવ પણ કર્યું. આ દરમિયાન કોઈ વ્યકતિએ પોલીસને સૂચના આપી દીધી અને આ ડ્રામાં અહીં જ પૂર્ણ થયો. હાલ પોલીસે સાધુની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત