Team Chabuk-Entertainment Desk: મંચ પરથી સૌને હસાવનારા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. સવારે રાજુ શ્રીવાસ્તવે અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લા 40 દિવસથી તેઓ જિંદગી સામે વેન્ટીલેટર પર ઝઝૂમી રહ્યા હતા. 40 દિવસ પહેલાં જીમમાં કસરત કરતી વખતે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારથી તેઓ સારવાર હેઠળ હતા.
રાજુ શ્રીવાસ્તવની 10 વર્ષમાં ત્રણ વાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 10 વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં, સાત વર્ષ પહેલાં મુંબઈની લીલાવતી હોસ્પિચલમાં અને તાજેતરમાં જ 10 ઓગસ્ટે ત્રીજીવાર એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી.
રાજુ શ્રીવાસ્તવ એક મહિનાથી નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં એડમિટ હતા. 10 ઓગસ્ટના રોજ રાજુને દિલ્હીની હોટલના જિમમાં હાર્ટ અટેક આવ્યો હતો અને ત્યારે તેને AIIMS હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. રાજુને હોસ્પિટલમાં એડમિટ થયે આજે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ એક મહિનો થયો છે. આ એક મહિનામાં બેવાર રાજુની તબિયત ખરાબ થઈ હતી.
58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી. રાજુએ 1988માં ફિલ્મ ‘તેઝાબ’માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’માં નાના-મોટા રોલ પ્લે કર્યો હતો.
રાજુએ 1994માં ટીવી શો ‘ટી ટાઇમ મનોરંજન’માં કામ કર્યું હતું. રાજુને ખરી ઓળખ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી મળી હતી. બાદમાં તે ‘ગજોધર’થી લોકપ્રિય થયો હતો. રાજુ છેલ્લે 2017માં ફિલ્મ ‘ફિરંગી’માં જોવા મળ્યો હતો. ટીવીની વાત કરીએ તો તેણે છેલ્લે 2014માં ‘ગેંગ્સ ઑફ હસીપુર’ શોને હોસ્ટ કર્યો હતો. રાજુએ 1993માં લખનઉની શિખા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે સંતાન અંતરા તથા આયુષ્માન છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
