Homeગામનાં ચોરેબંગાળના જલપાઈગુડીમાં મોટી ટ્રેન દુર્ઘટના, એક બીજા પર ચઢી ગયા ડબ્બા, ફસાયેલા...

બંગાળના જલપાઈગુડીમાં મોટી ટ્રેન દુર્ઘટના, એક બીજા પર ચઢી ગયા ડબ્બા, ફસાયેલા લોકોને ગેસ કટરની મદદથી કઢાયા

Team Chabuk-National Desk: બંગાળના જલપાઈગુડીમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ. બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ જલપાઈગુડીના ડોમોહાનીની નજીક આવેલા મોએનોગુડીમાં પાટા પરથી ઉતરી ગઈ. જેમાં 5 લોકોના મોત નિપજ્યા છે અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્તથયા છે. તો 40થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. જલપાઈગુડીના DMએ આ અંગેની પુષ્ટિ કરી છે.  રેલવેએ મૃતકના પરિવારને 5 લાખ, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એક લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને 25 હજાર રૂપિયા આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. કેટલાક ડબ્બા એક બીજા પર ચઢી ગયા હતા

અનેક યાત્રિકો ડબ્બામાં ફસાયા હોવાની આશંકા છે, જેને રેસ્ક્યૂ કરવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. રેસ્ક્યૂ અત્યાર સુધી 40 લોકોને કરવામાં આવ્યા છે. અંધારાને કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી રહી છે.

આ દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ તાત્કાલિક બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી હતી. બીકાનેર એક્સપ્રેસ મંગળવારે રાત્રે રાજસ્થાનના બીકાનેરથી રવાના થઈ હતી. ગુરુવારે સવારે 5.44 વાગ્યે ટ્રેન પટના રેલવે સ્ટેશનથી ગુવાહાટી માટે રવાના થઈ હતી.

બીજી તરફ દુર્ઘટનાની જાણ થતાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ એક્શનમોડમાં આવી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યના ઉચ્ચ અધિકારીઓ રેસ્ક્યૂ ઓપરેશન પર ધ્યાન આપી રહ્યાં છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

તો બીજી તરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રેસ્ક્યૂ ઓપરેશનની સમીક્ષા કરવા અને ઈજાગ્રસ્તોની સ્થિતિ જાણવા જલપાઈગુડી જશે. સાથે જ રેલવેએ ઈમરજન્સી નંબર 8134054999 જાહેર કર્યો છે. આ ઉપરાંત  બે હેલ્પલાઈન નંબર 036-2731622 અને 036-2731623  પણ જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, જે સમયે દુર્ઘટના સર્જાઈ તે સમયે ટ્રેનમાં 1200 યાત્રી હતા. પટનાથી 98, મોકામાથી 3 અને બખ્તિયારપુરથી 2 યાત્રી સવાર થયા હતા. બનાવની જાણ થતાં જ NDRFની બે ટીમ અને એક રેસ્ક્યૂ ટીમ જલપાઈગુડી પહોંચી ગઈ હતી અને ફસાયેલા લોકોને ગેસકટરની મદદથી કાઢવામાં આવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments