Homeગામનાં ચોરેસગીરે પોતાની પત્નીને 1.80 લાખ રૂપિયામાં વેચી દીધી, પોલીસે મહામહેનતે છોડાવી

સગીરે પોતાની પત્નીને 1.80 લાખ રૂપિયામાં વેચી દીધી, પોલીસે મહામહેનતે છોડાવી

Team Chabuk-National Desk: ઓરિસ્સાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓરિસ્સાના બાલાંગિર જિલ્લાના બેલપડામાં 17 વર્ષના સગીરે 1 લાખ 80 હજાર રૂપિયામાં પોતાની પત્નીને રાજસ્થાનના એક 55 વર્ષના વ્યક્તિને વેચી દીધી હતી. જો કે, સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે આરોપીની પત્નીને છોડાવી હતી અને તેના પરિવાર પાસે મોકલી દીધી હતી.

બેલપડાના ઈન્સપેક્ટર બુલુ મુંડાએ કહ્યું કે, 26 વર્ષની મહિલાને કેવી રીતે ખરીદનાર વ્યક્તિ પાસેથી બચાવવામાં આવી છે. આરોપી સગીરે મહિલાને રાજસ્થાનના બારાં જિલ્લામાં વેચી હતી. પોલીસને મહિલાને બચાવવા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહિલાને રેસ્ક્યૂ કરવા આવેલી પોલીસને ગ્રામીણોએ રસ્તામાં રોકી લીધી હતી. ગામલોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. ગામલોકોએ કહ્યું હતું કે, તેમણે પૈસા આપીને મહિલાને ખરીદી છે.

સગીર અને મહિલાના લગ્નને હજુ થોડા મહિનાઓ જ થયા હતા, બંનેના લગ્ન આ વર્ષે જુલાઈ મહિનામાં જ થયા હતા. પતિએ આર્થિક સ્થિતિ ખરાબ હોવાની વાત કહીને પત્નીને ઈંટના ભઠ્ઠામાં કામ કરવા માટે રાજી કરી લીધી હતી. બંને રાયપુરના રસ્તે ઝાંસી પહોંચ્યા હતા. આરોપી સગીરે બધા પૈસા સ્માર્ટફોન ખરીદવા અને ખાવામાં ખર્ચ કરી દીધા હતા. ત્યાર બાદ સગીર પોતાના ગામમાં પહોંચ્યો અને ગામમાં પત્ની ભાગી ગઈ હોવાની વાત ફેલાવી દીધી.

ADV

મહિલાના પરિવારજનોએ આરોપીની વાત માનવાની ના પાડી દીધી હતી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કોલ રેકોર્ડના આધારે તપાસ કરી તો રાજેશ ખોટું બોલતો હોય તેવી શંકા દ્રઢ બની. ત્યારબાદ કડક રીતે પૂછપરછ કરતાં આરોપીએ પોપટની જેમ મોઢું ખોલ્યું હતું. તેણે કબૂલ્યું હતું કે તેણે તેની પત્નીને 1 લાખ 80 હજાર રૂપિયામાં વેચી દીધી છે. ત્યારપછી બાલાંગિર પોલીસની એક ટીમ બારાં પહોંચી હતી અને મહિલાને છોડાવી હતી. પોલીસે 17 વર્ષના આરોપીને બાળ સુધાર ગૃહ મોકલી દીધો છે. જ્યારે મહિલાને તેના માતા-પિતા પાસે મોકલી દીધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments