Homeગામનાં ચોરેઘરમાંથી હટાવી દો આ સાત તૂટેલી-ફૂટેલી વસ્તુઓ, આ વસ્તુઓ બનાવી શકે છે...

ઘરમાંથી હટાવી દો આ સાત તૂટેલી-ફૂટેલી વસ્તુઓ, આ વસ્તુઓ બનાવી શકે છે તમને કંગાળ

Team Chabuk-Gujarat Desk: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે. ખુશીઓથી ઘરનું આંગણું ખીલતું રહે. તેના માટે લોકો તમામ ઉપાયો પણ કરે છે. જો કે, કેટલીય નાની-નાની વસ્તુઓ છે જેના કારણે લક્ષ્મીજી નારાજ થાય છે અને આર્થિક ફટકાઓ પડતા રહે છે. આવું ન થાય તેના માટે વસ્તુશાસ્ત્રની દ્રષ્ટીએ કેટલીક નાની-નાની વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક તૂટેલી ફૂટેલી વસ્તુઓનું હોવું અશુભ મનાય છે. તૂટેલી ફૂટેલી વસ્તુઓ ઘરમાં પડેલી હોવાથી પરિવાર અને ઘર પર અસર પડે છે. જેથી આવી વસ્તુઓને તરત જ હટાવી દેવી જોઈએ.

ફૂટેલો કાચ
ઘરમાં ક્યારેય ફૂટેલો કાચ ન હોવો જોઈએ એવું વાસ્તુ શાસ્ત્રમાં માનવામાં આવે છે. ઘરમાં રહેલા ફૂટેલા કાંચથી આર્થિક નુકસાન પહોંચવાની સંભાવના છે. એટલું જ નહીં માનવામાં આવે છે કે જો ઘરમાં ફૂટેલો કાંચ હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે. જેનાથી પરિવારના સભ્યોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે.

તૂટેલો પલંગ
કહેવાય છે કે જે ઘરમાં પ્રેમ અને શાંતિ છે તેમના ઘરમાં લક્ષ્મીનો વાસ છે. જો ઘરમાં અશાંતિ છે તો લક્ષ્મી દૂર ભાગે છે. એવી જ તૂટેલો પલંગ વૈવાહિક જીવનમાં મુશ્કેલી સર્જી શકે છે. તૂટેલા પલંગના કારણે ઘરમાં અશાંતિ રહે છે. વારંવાર ઝઘડા થતા રહે છે. જેના કારણે લક્ષ્મીજી પણ નારાજ થાય છે. જેથી ઘરમાં તૂટેલો પલંગ ન રાખવો જોઈએ.

તૂટેલી તસવીર
ઘરની શોભા વધારવા માટે હંમેશા લોકો ઘરની દીવાલો પર તસવીરો લગાવતા હોય છે પરંતુ તસવીર જ્યારે ફાટી જાય છે ત્યારે તેને ઉતારી દેવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં તૂટેલી-ફાટેલી તસવીરોને વાસ્તુ દોષ માનવામાં આવે છે.

તૂટેલા વાસણ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં તૂટેલા અને નકામાં વાસણોને પણ બહું અશુભ માનવામાં આવ્યા છે. ભલે તમે આ તૂટેલા વાસણોનો ઉપયોગ નથી કરતા પરંતુ તેને ઘરમાં રાખવા અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આવા વાસણો ઘરમાં રાખવાથી ગરીબી આવે છે.

બંધ ઘડિયાળ
ખરાબ અને બંધ ઘડિયાળને પણ ક્યારેય ઘરમાં ન રાખવી જોઈએ. માનવામાં આવે છે કે, ખરાબ કે બંધ ઘડિયાળ ઘર-પરિવારની પ્રગતિ પર રોક લગાવી દે છે. ઘરમાં દરિદ્રતા આવે છે તેમજ કાર્યોને પૂરા કરવામાં પણ વિધ્ન આવે છે.

તૂટેલો દરવાજો
ઘરનો મુખ્ય દરવાજો અથવા અન્ય દરવાજા તૂટેલા હોય તો તેને તાત્કાલિક બદલાવી દેવા જોઈએ અથવા રિપેર કરાવી લેવા જોઈએ. કારણ કે વાસ્તુ શાસ્ત્રમાં આને અશુભ માનવામાં આવ્યું છે. તૂટેલા દરવાજાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments