Homeતાપણુંગુજરાતમાં આવેલ રાજીનામાનું વાવાઝોડુ હવે આ રાજ્યો તરફ પણ ફંટાશે, કારણ કે...

ગુજરાતમાં આવેલ રાજીનામાનું વાવાઝોડુ હવે આ રાજ્યો તરફ પણ ફંટાશે, કારણ કે દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે

Team Chabuk-Political Desk: ઉત્તરાખંડમાં બે વખત નેતૃત્વ પરિવર્તન બાદ કર્ણાટક અને હવે ગુજરાતમાં પરિવર્તન આવ્યું છે. જેની પટકથા ગત વર્ષે હરિયાણા, ઝારખંડ અને અન્ય કેટલાય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ સમયે જ લખાઈ ગઈ હતી. લોકસભામાં જે વોટ મળ્યા તે વિધાનસભાની ચૂંટણીઓમાં ન મળતા હોવાથી ચિંતિત ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અલગ અલગ રાજ્યની સમીક્ષા કરીને જરૂર પડે ત્યાં નેતૃત્વ પરિવર્તનની રણનીતિ બનાવી રહ્યું છે.

આ રીતે જ ઉત્તરાખંડ, કર્ણાટક અને હવે ગુજરાતના મુખ્યમંત્રીને રાજીનામું દેવું પડ્યું છે. પાર્ટીના ઉચ્ચ પદ પર આસીન સૂત્રોનું કહેવું છે કે, આ ફોર્મ્યુલા જ ક્રમશ: હરિયાણા, ત્રિપુરા અને મધ્ય પ્રદેશમાં પણ અપનાવવામાં આવશે. એટલું જ નહીં જે રાજ્યમાં ભાજપની સરકાર નથી, ત્યાં પણ સંગઠનમાં પરિવર્તન કરવામાં આવશે. પાર્ટી નેતૃત્વને આ રાજ્યોમાં જાતિગત સમીકરણમાં ફિટ બેસવા અને જનાધાર અપાવી શકતા નેતાઓની શોધ છે.

2014માં લોકસભા ચૂંટણી બાદ પાર્ટીના નેતૃત્વએ વિભિન્ન રાજ્યોમાં નવું નેતૃત્વ સપાટી પર લાવવાની કામગીરી આદરી. આ ક્રમમાં હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા કેટલાય રાજ્યોમાં નેતૃત્વના કેટલાય ચહેરાઓને દાવ પર લગાવ્યા. જોકે સ્થાનિક નેતૃત્વ પાર્ટીના માપદંડો પર ખરું ન ઉતર્યું. અપવાદ સ્વરૂપ અસમને છોડી દઈએ તો એક પણ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં લોકસભામાં જે બાવળેબાજ પ્રદર્શન થયું તેનું પુનરાવર્તન નથી કરી શક્યું. લોકસભા ચૂંટણીની તુલનાએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પાંચથી ઓગણીસ ટકા વોટનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

પાર્ટીના નેતૃત્વની ચિંતા ગત વર્ષે ત્યારે વધી જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને ઝારખંડ અને મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવવી પડી. હરિયાણામાં પાર્ટીને સરકાર બનાવવા માટે જેજેપીનો સહારો લેવો પડ્યો હતો. એ પછી આ વર્ષે જ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ પરેસવે રેબઝેબ થઈ જાય એટલી મહેનત કરી હોવા છતાં ભૂસ્ખલન થયું હતું.

આ તમામ રાજ્યોમાં એક તથ્ય સમાન છે. કોઈ પણ રાજ્યમાં પાર્ટી લોકસભા ચૂંટણી દરમ્યાન પ્રાપ્ત કરેલ મતની ટકાવારીને યથાવત નથી રાખી શકી. જોકે હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રના પરિણામો બાદ જ નેતૃત્વની રાજ્ય મુજબ સમીક્ષા કરીને નેતૃત્વ પરિવર્તનની પટકથા તૈયાર કરી હતી. એ પછી પશ્ચિમ બંગાળથી નિરાશાજનક પરિણામ આવ્યા, ત્યારે પાર્ટીએ પહેલાથી લખેલી પટકથાને જમીન પર ઉતારવાનું શરૂ કર્યું. આ ક્રમમાં ઉત્તરાખંડ, કર્ણાટક અને હવે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાયું છે.

પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, નજીકના ભવિષ્યમાં કેટલાય રાજ્યોમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ શકે છે. ઘણા રાજ્યોમાં સમીક્ષા પણ થઈ ચૂકી છે. આ રાજ્યોમાં જ્યારે જનાધાર અપાવતા અને જાતિગત સમીકરણના માળખામાં ફિટ બેસતા નેતાઓની શોધ પૂર્ણ થશે, નેતૃત્વ પરિવર્તન કરી દેવામાં આવશે. પાર્ટીના રણનીતિકારોને લાગી રહ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યોમાં એક એવો મતદાતા વર્ગ ઉભર્યો છે કે, જે લોકસભા ચૂંટણીમાં તો મોદીના નામે વોટ આપે છે પણ રાજ્યોમાં સ્થાનિક નેતૃત્વને વોટ આપે છે. એવામાં સ્થાનિક નેતૃત્વ મજબૂત, જનાધાર મજબૂત અને જાતિગત સમીકરણથી પણ મજબૂત નેતાની શોધમાં ભારતીય જનતા પાર્ટી દિવસ રાત મહેતન કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments