Team Chabuk-Gujarat Desk: આખરે જેની આશંકા હતી એ જ થયું. તમામ ગણિત અને પાસ ઉલટા પડી જતાં ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના સત્તરમાં મુખ્યમંત્રી બન્યા છે. તેઓ AMCની સ્ટેન્ડિંગ કમિટિ અને ઔડાના પણ ચેરમેન રહી ચૂક્યા છે. આ સિવાય આનંદીબહેન પટેલ જૂથના હોવાનું મનાય છે.
ભૂપેન્દ્ર પટેલનું નામ એ રીતે પણ અલગ તરી આવે છે કે ઘાટલોડિયા બેઠક પરથી તેઓ એક લાખ સત્તર હજાર જેટલા અધધ વોટથી જીત્યા હતા. ઘાટલોડિયા એટલે એ જ બેઠક જ્યાંથી આનંદીબહેન પટેલ પણ જીતતા આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલ વર્ષ 2017માં પ્રથમ વખત આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા છે. દાદાના નામથી સુવિખ્યાત એવા ભૂપેન્દ્રભાઈ પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે અને કડવા પાટીદાર છે. 1987થી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે.
આજે સવારથી એવું લાગી રહ્યું હતું કે ઉપમુખ્યમંત્રી તરીકે સેવા આપનારા નીતિન પટેલ ગુજરાતના સત્તરમાં મુખ્યમંત્રી બનશે. જો નીતિન પટેલ પર પાર્ટી કળશ નથી ઢોળતી તો પછી ગઈકાલથી ગોરધન ઝડફિયા, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રુપાલા સહિતના નામો ચર્ચામાં હતા. આ તમામ નામો ખોટા ઠરતાં એક નવું જ નામ ઉભરી આવ્યું છે. અને તે છે ભુપેન્દ્ર પટેલ.
ભુપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી બન્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એક અલગ પાર્ટી છે. એનું ઉદાહરણ આજનો દિવસ છે. સત્તા લાલસા એ શબ્દ આપણે ત્યાં નથી.. વિકાસની યાત્રાને આગળ વધારવા જે નેતૃત્વ નક્કી થયું છે ત્યારે ભૂપેન્દ્રભાઈને આપણા તરફથી ખુબ ખુબ શુભેચ્છા. ભૂપેન્દ્ર પટેલ સરળ અને સૌમ્ય ચહેરો છે, મને ભરોસો છે કે તેઓના નેતૃત્વમાં વિકાસયાત્રા સોળે કળાએ ખીલશે. ગુજરાત નંબર વન બનશે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ