Homeદે ઘુમા કેFIFA WORLD CUP 2022: 'ગોલ ઓફ ધ ટૂર્નામેન્ટ' બની શકે છે રિકાર્લિસનનો...

FIFA WORLD CUP 2022: ‘ગોલ ઓફ ધ ટૂર્નામેન્ટ’ બની શકે છે રિકાર્લિસનનો આ શાનદાર ગોલ, જુઓ VIDEO

Team Chabuk-Sports Desk: બ્રાઝિલના સ્ટ્રાઈકર રિકાર્લિસને ગુરુવારે રાત્રે અદ્ભુત ગોલ કર્યો. સર્બિયા સામેની મેચમાં, તેણે વિન્સી જુનિયરના પાસ પર ત્રણ ડિફેન્ડર્સ વચ્ચે ઊભા રહીને એક્રોબેટિક સિઝર કિક લગાવી. આ ગોલને હાલમાં FIFA વર્લ્ડ કપ 2022નો સૌથી આકર્ષક ગોલ કહેવામાં આવી રહ્યો છે. એવું પણ માનવામાં આવે છે કે રિકર્લિસનનો આ શોટ ‘ગોલ ઓફ ધ ટૂર્નામેન્ટ’ પણ બની શકે છે. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલ ગુરુવારે રાત્રે સર્બિયા સામે હતી. અહીં પ્રથમ હાફમાં કોઈ ગોલ થઈ શક્યો નહોતો, પરંતુ બીજા હાફમાં બ્રાઝિલના ફોરવર્ડ રિકાર્લિસેને બે જોરદાર ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. રિકાર્લિસને 62મી મિનિટે ગોલ કરીને બ્રાઝિલને લીડ અપાવી હતી અને ત્યારપછી 73મી મિનિટે વિન્સી જુનિયરના પાસને કાબૂમાં રાખીને શાનદાર ગોલ કર્યો હતો.

સમગ્ર મેચમાં બ્રાઝિલનો દબદબો રહ્યો હતો. બ્રાઝિલે સર્બિયાની ગોલ પોસ્ટ પર 24 વખત હુમલો કર્યો, જેમાંથી 10 ટાર્ગેટ પર હતા. સર્બિયાના ગોલકીપર મિલિન્કોવિકે કેટલાક શાનદાર સેવ કર્યા હતા અને તેથી જ હારનું માર્જિન માત્ર 2 ગોલ હતું. બીજી તરફ સર્બિયાના ફોરવર્ડ માત્ર 4 પ્રયાસો જ કરી શક્યા હતા. બ્રાઝિલની ટીમ કોર્નર અને ફ્રી કિક મેળવવામાં પણ આગળ હતી. બ્રાઝિલને 6 કોર્નર અને 12 ફ્રી કિક મળી. બીજી તરફ, સર્બિયાને 4 કોર્નર અને 8 ફ્રી કિક મળી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments