Homeગામનાં ચોરેહાર્વડમાં જર્નાલિઝમનો ડિપાર્ટમેન્ટ છે પણ કે નહીં ?

હાર્વડમાં જર્નાલિઝમનો ડિપાર્ટમેન્ટ છે પણ કે નહીં ?

Team Chabuk-National Desk : ‘‘મને જણાવવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2020માં યુનિવર્સિટી જોઈન કરીશ. હું મારા નવા અસાઈમેન્ટની તૈયારી કરી રહી હતી. આ વચ્ચે જ મને જણાવવામાં આવ્યું કે, કોરોના મહામારીના કારણે મારી ક્લાસીસ જાન્યુઆરી 2021થી શરૂ થશે. સતત લેટ થવાના કારણે એડમિનિસ્ટ્રેશન સ્તર પર જે પ્રોસેસ બતાવવામાં આવી રહી છે તેમાં મને ઘણી ખામીઓ દેખાઈ. શરૂઆતમાં મેં એ વિચારીને તેના પર ધ્યાન ન આપ્યું કે મહામારીમાં આ બધુ સામાન્ય હશે. પણ હમણાં જ જે થયું તે ચિંતામાં વધારો કરનારું છે. એ પછી મેં સીધી જ હાર્વડ યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થિતિ સ્પષ્ટ કરવા માટે સંપર્ક કર્યો. તેમના આગ્રહ પર મેં તેમની પાસેથી એ બધા કમ્યુનિકેશન શેર કર્યા જે તથાકથિતરૂપે યુનિવર્સિટી તરફથી કરવામાં આવ્યા હતા. એ પછી મને ખબર પડી કે હું ઘણી જ સોફિસ્ટિકેટેડ ફિશિંગની શિકાર બની છું. હકીકતે મારી પાસે હાર્વડ યુનિવર્સિટીમાંથી જર્નલાઝિમ ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી બનવાની કોઈ ઓફર આવી જ નહોતી. જો કે હું તો દરેક પ્રકારના ઓનલાઈન હુમલાનો શિકાર બની છું. મને હાર્વડ તરફથી કોઈ ઓફર લેટર પણ નથી મળ્યો. જેમણે મારી સાથે છેતરપિંડી કરી તેમણે મારો પર્સનલ ડેટા, કોમ્યુનિકેશન એક્સેસ કરવા માટે આ આખી રમત રમી અને કદાચ ડિવાઈસથી લઈને ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ સુધી પહોંચવાનો રસ્તો કરી લીધો.’’

આ શબ્દો છે NDTVની પૂર્વ પત્રકાર અને એન્કર નિધિ રાઝદાનના. ગઈકાલે જ્યારે અર્ણબ ગોસ્વામીના સમાચાર જોરશોરથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા હતા ત્યારે જ એક પત્રકાર સાથે ફ્રોડ થઈ ગયું. એ જ સોશિયલ મીડિયા જે નિધિ રાઝદાનના હાવર્ડમાં લેક્ચર લેવા જવા પર પીઠ થાબડતું હતું. એ જ મીમ બનાવવા લાગ્યું. ચાબુકના આ આર્ટિકલમાં નિધિની ટ્વીટ પછી એક વ્યક્તિ જેનું નામ જોશુઆ બેન્ટોન છે તેની બે ટ્વીટ છે. જે ખૂદ લખે છે કે હાર્વડનો પોતાનો જર્નાલિઝમનો ડિપાર્ટમેન્ટ જ નથી.

નિધિ રાઝદાન એનડીટીવીની પૂર્વ પત્રકાર છે. એનડીટીવી છોડ્યાને થોડો જ સમય થયો. છોડવાનું કારણ હતું હાર્વડમાં ફેકલ્ટી બનવાનું હતું. પત્રકાર તો આમ હોય તેમ હોય, એવું ઘણું બધુ પત્રકારત્વની સંસ્થાઓમાં ભણાવવામાં આવે છે. જેવું ભણાવવામાં આવે છે તેવું ફિલ્ડમાં કામ નથી આવતું. જો કે નિધિ તો ભરપુર અનુભવ લઈને જવાના હતા. 21 વર્ષનો અનુભવ હોય એ વિદ્યાર્થીઓને શીખવાડે તો નસીબની બલિહારી. પણ એ જ નિધિ રાઝદાન ભણાવવાની લાલચમાં ફસાઈ ગયા. જો પત્રકાર ફસાઈ શકે તો સામાન્ય માણસ કેમ નહીં ? આટલો હોશિયાર પત્રકાર ફસાઈ શકે તો રોજ રોજ જે સાઈબર ક્રાઈમના કેસ નોંધાઈ છે તે લોકો કેવા હેરાન થતા હશે?

નિધિ હાર્વડ યુનિવર્સિટીમાં અસોસિએટ પ્રોફેસર તરીકે પસંદગી પામી હતી. હવે ખબર પડી કે નિધિને તો કોઈ ઓફર જ નહોતી મળી. તેમને તો મોટા ફ્રોડ સમુહે છેતરી લીધી. હવે નિધિ રાઝદાને આ ઘટનામાં પોલીસ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. પોલીસ કમ્પલેન કરી દીધી છે. તમામ પ્રમાણ પોલીસને આપવાની વાત પણ કહી દીધી છે. તેમણે આ વિશે હાર્વડ યુનિવર્સિટીને પણ એક પત્ર લખ્યો છે જેથી તેઓ પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ શકે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments