Homeદે ઘુમા કેમેચના બીજા દિવસે ઋષભ પંતના ચશ્મા ચર્ચામાં રહ્યા

મેચના બીજા દિવસે ઋષભ પંતના ચશ્મા ચર્ચામાં રહ્યા

Team Chabuk-Sports Desk : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબામાં ચોથી ટેસ્ટનો બીજો દિવસ પૂરો થઈ ચૂક્યો છે. પ્રથમ સેશનમાં અનુભવી બોલરોની ગેરહાજરી વચ્ચે નવા બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું. ઓસ્ટ્રેલિયાની ટીમને 369 રનમાં આઉટ કરી દીધી. જવાબમાં મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયા 60 રનના સ્કોર પર બે ઓપનર્સને ગુમાવી ચૂકી છે અને હવે ક્રિઝ પર ચેતેશ્વર પુજારા અને કેપ્ટન અજિંક્ય રહાણે છે. જો કે ટી બ્રેક પડ્યો ત્યારે જ ગાબાના મેદાનની ઉપર ગાભા કાઢી નાખતા વાદળા દેખાતા હતા. જે સ્પષ્ટ સંકેત હતો કે વરસાદનું વિઘ્ન નડવાનું જ છે. દિવસની રમત પૂર્ણ થતા ભારતે બે વિકેટના નુકસાન પર 62 રન બનાવ્યા હતા. હવે આવતીકાલે આ જોડી મજબૂત પ્રદર્શન કરે તેવી આશા ભારતીય ફેન્સને છે.

હવે વાત મૂળ મુદ્દાની કરીએ. ભારતીય ટીમની સીડની મેચનો હીરો. જે મેચમાં ઋષભ પંતે 118 બોલમાં 97 રન બનાવી દર્શકોનું દિલ જીતી લીધું હતું. ભલે તે મેદાનમાં ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત થયો હોવા છતાં બેટીંગમાં સહાય કરી શકતો હોવાના કારણે તે ટીમમાં છે. કારણ કે ભારતની અડધી ટીમ ખાટલામાં છે. મેચની પહેલી ઈનિંગમાં ઋષભ પંતે એક કેચ પકડ્યો અને કેટલાક શબ્દો બોલવાના કારણે માર્ક વો અને શેન વોર્ને તેને વખોડી કાઢ્યો. જોકે શેન વોર્ને હવે જે કર્યું છે તે તો મજાકમાં જ કહ્યું છે.

ગાબા ટેસ્ટના બીજા દિવસે પંત ફિલ્ડમાં હતો. તેના ચશ્મા જોયા પછી કોમેન્ટ્રી બોક્સમાં કોમેન્ટ્રી આપી રહેલા શેન વોર્ને સાથી કોમેન્ટેટર ફીકને પૂછ્યું…

‘‘પંતના ચશ્મા વિશે તારું શું કહેવું છે ?’’

જવાબમાં ફિકે કહ્યું…

‘ֹ‘સીધા સર્વિસ સ્ટેશનથી આવ્યા છે. એ મેકનિકવાળાના નથી ? અને તે ફૂલ પણ લાવ્યો છે. ના એ મને નથી સમજી શકતો. તમે ઈચ્છો કે તેના પર ઘસરકો પડી જાય અને તમે તેને કચરા ટોપલીમાં ફેંકી દો. આમાં તો વેલ્ડિંગ પણ કરી શકાય.’’

મેચનો આ બીજો દિવસ છે. પહેલા દિવસે વિકેટની પાછળ રમતા ઋષભ પંતની ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પીન બોલર શેન વોર્ને ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે પંતને વિકેટની પાછળ બોલવાનો અધિકાર છે પણ ત્યારે નહીં જ્યારે બોલર રનઅપ પર હોય. વોર્નનું એ નિવેદન કંઈક આવું હતું…

‘‘હું કેટલાક અંશે તમારી સાથે સહમત છું. મને પંત દ્વારા તેની ટીમના સભ્યોનો વિશ્વાસ વધારવાથી કોઈ સમસ્યા નથી અને તેમના ચહેરા પર સ્મિત પણ રહે છે. એ બેટ્સમેનોની આસપાસ પોતાના ટીમમેટની સાથે હસે છે-મજાક કરે છે. પણ જો બોલર પોતાના રનરઅપ પર ભાગતા નજર આવે છે. તો એ સમયે તેણે મૌન રહેવું જોઈએ. જેથી બેટ્સમેન પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે.’’

હવે આવતી કાલે ગાબા ટેસ્ટનો ત્રીજો દિવસ છે. દિવસની શરૂઆત અડધી કલાક પહેલા થશે. બીજા દિવસના ટી સેશન બાદ વરસાદ પડવાના કારણે મેચને વહેલી સ્થગિત કરી દેવાની નોબત આવી પડી હતી.

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ કેવી રહી ?

પહેલી ઈનિંગના અંતે ઓસ્ટ્રેલિયાએ કુલ 369 રન ફટકાર્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન માર્નસ લાબુશેને ફટકાર્યા. તેણે કારકિર્દીની પાંચમી સદી ફટકારતા 204 બોલ પર 9 ચોગ્ગાની મદદથી 108 રન બનાવ્યા. આ ઉપરાંત ટીમ પેને 104 બોલમાં 50 રનનું યોગદાન આપ્યું. સાથે જ  કેમરૂન ગ્રીને 47, મેથ્યુ વેડે 45 અને સ્ટીવ સ્મિથે 36 રન નોંધાવ્યા. ભારત તરફથી ડેબ્યૂ કરનારા ટી.નટરાજન અને વોશિંગ્ટન સુંદર સામે કાંગારૂ બેટ્સમેન ઘૂંટણીએ પડી ગયા હતા. ભારત માટે ટી.નટરાજન, વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે 3-3 વિકેટ ઝડપી. જ્યારે મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીને પવેલિયનનો રસ્તો બતાવ્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments