Homeગામનાં ચોરેચીનની વિવાદિત લેબમાંથી કોરોના વાઈરસ નથી ફેલાયો : WHO

ચીનની વિવાદિત લેબમાંથી કોરોના વાઈરસ નથી ફેલાયો : WHO

Team Chabuk-National Desk: કોરોના વાઈરસ સૌથી પહેલા કઈ જગ્યાએથી ફેલાયો ? આ વાતની તપાસ કરવા માટે ચીનના વુહાન શહેરમાં ગયેલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની ટીમે મોટું નિવેદન આપ્યું છે. આ ટીમે જણાવ્યું છે કે ચીનની વિવાદિત લેબમાંથી કોરોના વાઈરસ નથી ફેલાયો. આ ટીમના જણાવ્યા અનુસાર વર્તમાનમાં એવું કોઈ પ્રમાણ હાથ નથી લાગ્યું કે જેનાથી કહી શકાય કે વુહાનની લેબમાંથી કોરોના વાઈરસ ફેલાયો છે. વૈજ્ઞાનિકોએ કોરોના મહામારી વિશે આશંકા વ્યક્ત કરતા કહ્યું છે કે, કોરોના વાઈરસ ફેલાવનું સૌથી મોટું કારણ વન્યજીવોનો વેપાર છે.

ચેન્થમ હાઉસ થિન્ક ટેન્કનાં એક વર્ચ્યુઅલ ઈવેન્ટમાં વિશેષજ્ઞોએ કહ્યું કે વુહાનની મટન માર્કેટ અને દક્ષિણ ચીનના પાડોશી ક્ષેત્રની વચ્ચે એક લિન્ક મળી છે. પહેલી વખત વુહાનની મટન માર્કેટમાંથી પરત ફરેલા લોકો સંક્રમિત થયા હતાં. તો ચીનનાં દક્ષિણ વિસ્તારમાં રહેતા ચામાચીડીયા સંક્રમિત મળી આવ્યા હતાં.

માનવ, પશુ અને પર્યાવરણીય સ્વાસ્થ્ય પર રિસર્ચ કરનારા એક વૈશ્વિક સંસ્થાન ઈકોહેલ્થ એલાયન્સના અધ્યક્ષ અને ઝુલોજીસ્ટ ડો.પીટરે કહ્યું કે વુહાનથી દક્ષિણ ચીનના પ્રાન્તોની વચ્ચે એક પાઈપલાઈન આવેલી છે. જ્યાં વાઈરસથી સંક્રમિત ચામાચીડીયા મળી આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે, એવી આશંકા છે કે એ ખેતી માટે વપરાતા જાનવરોથી થઈને વન્યજીવોના વેપારથી થતા થતા વુહાનમાં પહોંચી ગયો. અને ત્યાંથી વાઈરસનું સંક્રમણ ફેલાયું.

જણાવી દઈએ કે, ડો.દજાક ડબલ્યુએચઓ દ્વારા મોકલવામાં આવેલા ચાર સભ્યોનાં નિષ્ણાતોની ટીમનો ભાગ હતા. તેમની સાથે પ્રોફેસર ડેવિડ હેયમેન, પ્રોફેસર મેરિયન કોપામન્સ અને પ્રોફેસર જ્હોન વોટ્સન પણ તપાસ માટે ચીન ગયા હતા. રોટરડેમમાં ઈરાસ્મસ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરનાં વાયરો સાયન્સ વિભાગના પ્રમુખ કોપામન્સે જણાવ્યું કે, તેમની ટીમે વુહાનમાં હુનાન બજારની પાસે આવેલ ત્રણ લેબની તપાસ કરી હતી. ટીમે આ ત્રણે લેબમાં પ્રોટોકોલ અનુસાર રિસર્ચ અને તપાસ કરી હતી.

મહત્વની વાત એ છે કે ડબલ્યુએચઓની ટીમ દ્વારા કરવામાં આવેલ ચીનનો પ્રવાસ અને વુહાનની લેબની તપાસ એક રાજનીતિની દ્રષ્ટિએ પણ સંવેદનશીલ ઘટના હતી. સમગ્ર દુનિયાની નજર તેના પર મંડાયેલી હતી કે ચીનની વિવાદિત વુહાન લેબમાંથી વાઈરસ ફેલાયો છે કે નહીં ? જોકે ચીન દ્વાર વારંવાર નનૈયો ભણી એક જ વાત ઉચ્ચારવામાં આવી રહી હતી કે વાઈરસ વુહાનની લેબમાંથી નહીં પણ નજીકની માર્કેટમાંથી ફેલાયો છે. જ્યાંથી મીટ વેચાય છે.

ચીન પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે તેણે મહામારીની શરૂઆત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે તો પોતાના પ્રચાર ભાષણોમાં પણ વાઈરસને ચાઈનીઝ વાઈરસ નામ આપવાની શરૂઆત કરી દીધી હતી. ચીન પર આરોપ લાગ્યા હતા કે તેણે આરંભથી જ મહામારીને ડામવા માટે યોગ્ય પગલાં નહોતા ભર્યા. જેના કારણે વાઈરસ અન્ય દેશોમાં પણ ઝડપથી ફેલાયો હતો અને અન્ય દેશો પણ ઝપટમાં આવી ગયા હતા.

ડો.દઝાકે વુહાનમાં ચાર દિવસનું શોધકાર્ય પૂર્ણ કર્યા પછી કહ્યું હતું કે, અમે આગળ શું પગલાં ભરવાના છીએ તેના પર અમારા સ્પષ્ટ સંકેત છે. એ કામ કર્યા પછી અમારી પાસે વાઈરસને લઈ મહત્તમ જાણકારી હશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments