Team Chabuk-National Desk: બજેટમાં સામાન્ય માણસ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સિતારમણે ઈન્કમ ટેક્સમાં 8 વર્ષ પછી મોટી રાહત આપી છે. હવે વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઈન્કમ ટેક્સ ભરવો નહીં પડે. જોકે આ માત્ર નવા ટેક્સ સ્લેબ હેઠળ મળશે. હજુ પણ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે બે વિકલ્પ જોવા મળશે.
| આવક | ટેક્સ |
| 3 લાખ સુધી | 0% |
| 3થી 6 લાખ રૂપિયા | 5% |
| 6થી 9 લાખ રૂપિયા | 10% |
| 9થી 12 લાખ રૂપિયા | 15% |
| 12થી 15 લાખ રૂપિયા | 20% |
| રૂ.15 લાખથી વધુ | 30% |
અત્યાર સુધી 2.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત હતી. છેલ્લી વખત 2014-15ના બજેટમાં આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 2019-20માં 8 કરોડ લોકોએ આવકવેરો અથવા કોર્પોરેટ ટેક્સ ભર્યો હતો. બજેટમાં નવા સ્ટાર્ટઅપને 3 વર્ષ માટે આપવામાં આવેલી ટેક્સ છૂટ યથાવત રાખવામાં આવી છે.
જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી રહેશે. જો તમારી આવક 2.5થી 5 લાખની વચ્ચે છે, તો તમારે 5 લાખ – 2.5 લાખ = 2.5 લાખ રૂપિયા પર 5% ટેક્સ ચૂકવવો પડશે. જોકે ઇન્કમટેક્સ એક્ટ કલમ 87A નો લાભ લઈને તમે પણ 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પરનો ટેક્સ બચાવી શકશો.
સરકાર 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની કમાણી પર 5%ના દરે ઇન્કમટેક્સ તો વસૂલે છે, પરંતુ આ ટેક્સને ઇન્કમ ટેક્સ એક્ટના કલમ 87A હેઠળ માફ કરી દે છે, એટલે કે જો કોઈની વાર્ષિક ટેક્સેબલ આવક રૂપિયા 5 લાખ સુધીની હોય તો તેને કોઈ ઇન્કમ ટેક્સ ભરવો પડતો નથી, પરંતુ જો તમારી આવક 5 લાખ 10 હજાર રૂપિયા છે તો તમારે 10 હજાર રૂપિયા પર ટેક્સ ભરવાને બદલે 5.10 લાખ – 2.5 લાખ = 2.60 લાખ પર ટેક્સ ભરવો પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
