Team Chabuk-National Desk: કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કેઆર રમેશ કુમારે ગુરૂવારના રોજ વિધાનસભામાં દુષ્કર્મને લઈ અશ્લીલ નિવેદન આપી વિવાદને જન્મ આપ્યો હતો. વિધાનસભામાં કુમારે કહ્યું કે એક કહેવત છે જ્યારે બળાત્કાર અપરિહાર્ય (છોડાવી ન શકાય એવું) હોય તો તેનો આનંદ લો. આ હલકટ વિચાર પર અધ્યક્ષે લાલ આંખ કરવાની જરૂર હોય છે તેની જગ્યાએ અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરીએ તેના પર મંદ મંદ સ્મિત કરી દીધું. ઉપરથી સદનમાં આસપાસ બેઠેલા અન્ય ધારાસભ્યો પણ અટ્ટહાસ્ય કરતા નજરે ચડ્યા હતા.
કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્યનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે ધારાસભ્યોએ ધારાસભામાં ખેડૂતોની સમસ્યા પર ચર્ચા માટે અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી પર સમય માટે દબાણ બનાવવાનું શરૂ કર્યું. અધ્યક્ષે સવાલ કર્યો કે, જો તમામની પાસે એક સમાન સમય હોય તો સત્ર કેવી રીતે ચાલશે? કાગેરીએ હસતાં હસતાં કહ્યું કે હું એ સ્થિતિમાં છું, જ્યાં મારે મજા લેવાની છે અને હાહા કરવાની છે. મને તો એ જ મહેસૂસ થાય છે. મારે સ્થિતિને નિયંત્રિત કરવી છોડી દેવી જોઈએ અને કાર્યવાહી વ્યવસ્થિત રીતે ચલાવવી જોઈએ. મારે સૌને કહેવું જોઈએ કે તમે તમારી વાત ચાલુ રાખો. વધુમાં તેમણે કહ્યું કે તેમની ફરિયાદ એટલી જ છે કે સદનનું કામકાજ નથી થઈ રહ્યું.
ધારાસભ્ય રમેશ કુમારે તેના પર હસ્તક્ષેપ કરતા કહ્યું કે, જુઓ, એક કહેવત છે, જ્યારે બળાત્કાર થવાનો જ છે, તો પડ્યા રહો અને મજા લ્યો. તમે એકદમ એ જ સ્થિતિમાં છો. આ ટીપ્પણીની કડક શબ્દોમાં આલોચના કરવાની જગ્યાએ સૌ હાહાહાહા કરી રહ્યા હતા.
આ પ્રથમ વખત નથી કે કેઆર.રમેશ કુમારે અભદ્ર ટીપ્પણી કરી હોય. આ પૂર્વે કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષના રૂપે, પોતાના કાર્યકાળ દરમ્યાન, તેમણે ખૂદની તુલના દુષ્કર્મ પીડિતાની સાથે કરી હતી. તેમની જ પાર્ટીની મહિલા સભ્યો સહિતના ધારાસભ્યોએ સત્રમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમના નિવેદનની કડક શબ્દોમાં આલોચના કરી હતી.
2019માં રમેશ કુમારે અધ્યક્ષના રૂપે પોતાના કાર્યકાળ દરમ્યાન કહ્યું હતું કે, તેઓ એક દુષ્કર્મ પીડિતાની માફક અનુભવી રહ્યા છે. ત્યારે એમણે કહ્યું હતું કે, મારી સ્થિતિ દુષ્કર્મ પીડિતા જેવી છે. દુષ્કર્મ ફક્ત એક વખત થયો હતો. જો તમે તેને ત્યાં જ છોડી દીધું હોત, તો એ પસાર થઈ જાત. જ્યારે તમે ફરિયાદ કરો છો કે દુષ્કર્મ થયું છે, તો આરોપીને જેલમાં નાખી દેવામાં આવે છે. પણ વકીલ પૂછે છે કે આ કેવી રીતે થયું ? આ ક્યારે થયું? અને કેટલી વખત થયું? દુષ્કર્મ એક વખત થાય છે પણ કોર્ટમાં 100 વખત દુષ્કર્મ થાય છે. મારી આવી સ્થિતિ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત