Team Chabuk-International Desk: દુનિયા કોરોનાથી ત્રસ્ત છે. લગભગ દેશોમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. વધુ વસ્તી ધરાવતા દેશમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશમાં તો હાલ દૈનિક 2 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં દર્દીઓ કોરોના સામે હારીને મોતને ભેટી રહ્યા છે. અનેક દેશ કોરોનાના ડર વચ્ચે જીવી રહ્યા છે. કોરોનાના કારણે અનેક દેશની આર્થિક વ્યવસ્થા પણ ડામાડોળ થઈ ગઈ છે. અનેક લોકોની નોકરી ચાલી ગઈ છે. તેવામાં ઇઝરાયલમાંથી સુખદ સમાચાર મળી રહ્યા છે. ઇઝરાયલે કોરોનાને ટાટા બાય બાય કરી દીધું છે.
ઇઝરાયલ વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો છે જેણે કોરોનાથી મુક્તિ મેળવી છે. ઇઝરાયલે પોતાના દેશને કોરોનાથી મુક્ત જાહેર કરી દીધો છે. ઇઝરાયલે પોતાના સામૂહિક રસીકરણ અભિયાન બાદ કોરોના વાઇરસ અંગેના ઘણા પ્રતિબંધોમાં પણ છૂટ આપી દીધી છે. ઇઝરાયલમાં શાળાઓ ફરી ખુલવા લાગી છે. ઇઝરાયલમાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ખોલી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓથી હવે શાળાઓ ગુંજવા લાગી છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ જાહેર જગ્યા પર માસ્ક પહેરવાનું પણ મરજિયાત કરી દીધું છે. જો કે મોટા મેળાવડા કે સભાઓમાં માસ્ક પહેરવું ફરજિયાત છે.
કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી હોવાથી ઇઝરાયલે નિર્ણય લીધો છે કે હવેથીથી ઘરની બહાર માસ્ક પહેરવું ફરજિયાત નથી. એટલે કે લોકો ખુલ્લી હવાનો અનુભવ કરી શકશે. મહત્વનું છે કે ગત એપ્રિલ મહિનામાં ઇઝરાયલમાં ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવાયું હતું. જે કોઈએ માસ્ક ન પહેર્યું હોય તેને 200 શેકેલનો દંડ કરવામાં આવતો હતો. ત્યારબાદ જુલાઈ 2020માં દંડ વધારીને 500 શેકેલ કરી દેવામાં આવ્યો હતો.
તમને થશે કે આટલી ઝડપે ઇઝરાયલ કોરોનાથી મુક્ત કેમ થયો. તેનું કારણ છે રસીકરણ અભિયાન. ઇઝરાયલે દુનિયાભરના દેશોમાં રસીકરણ મામલે મહત્વની ભૂમિકા નિભાવી છે. ઇઝરાયલમાં રસીકરણ અભિયાન તેજ બનાવાયું હતું. જેટલું તેજ રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું તેટલી જ ઝડપથી કોરોના પરના પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે. ઇઝરાયલે ગત અઠવાડિયે જાહેરાત કરી હતી કે મે મહિનાથી દેશમાં વિદેશી પ્રવાસીઓને પણ પ્રવેશ આપવામાં આવશે અને તેઓનું રસીકરણ પણ કરવામાં આવશે.
ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગત વર્ષે કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી ઇઝરાયલમાં 8,36,000 કોરોના દર્દીઓ સામે આવ્યા છે. જેમાંથી 6,331 લોકોના મોત પણ થયા છે. ઇઝરાયલમાં 93 લાખ લોકોમાંથી 53 ટકા લોકોને ફાઇજર/બાયોએનટેક રસીના બે ડોઝ આપી દેવાયા છે.
ડિસેમ્બરમાં જ્યારથી ઇઝરાયલે દેશમાં રસીકરણ અભિયાન શરૂ કર્યું ત્યારે ગંભીર દર્દીઓ અને મોતમાં ઘટાડો થયો છે. જેથી દેશમાં લગાવેલા પ્રતિબંધો હટાવી લેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે ઇઝરાયલના વેસ્ટ બેંક અને ગાજામાં રસીકરણ અભિયાન ધીમું ચાલી રહ્યું હોવાથી સરકારની ટીકા પણ થઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત