Team Chabuk-National Desk: હેલિકોપ્ટરની ગોઝારી ઘટનામાં સીડીએસ બિપિન રાવતની સાથે આગ્રાના વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણનું પણ નિધન થયું છે. પૃથ્વીસિંહ એ હેલિકોપ્ટરના પાયલટ હતા. જેમાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય લોકો સવાર હતા. આ જાણકારી પૃથ્વીના પિતા સુરેન્દ્રસિંહે આપી છે.
વિંગ કમાન્ડર પૃથ્વીસિંહ ચૌહાણ દયાલબાગના સરન નગરના રહેવાસી હતા. વર્તમાન સમયે તેઓ કોયમ્બતુરની પાસે વાયુ સેના સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. ઘટનાની જાણકારી મળતા તેમના ઘર પર પાડોશીઓ ઉમટવા લાગ્યા હતા. બીટા બ્રેડના ઉત્પાદન સાથે સંકળાયેલા તેમના પિતા સુરેન્દ્રસિંહે જણાવ્યું કે પૃથ્વી તેમની સૌથી નાની સંતાન હતા. મુંબઈમાં રહેતી સૌથી મોટી પુત્રી શકુંતલાએ ટીવી પર સમાચાર સાંભળીને પૃથ્વીની પત્ની કામિનીને આ અંગે અવગત કરી હતી. ત્યારે તેમને પુત્રના નિધનની જાણકારી પ્રાપ્ત થઈ હતી.
42 વર્ષીય પૃથ્વી સુરેન્દ્રસિંહની પાંચમી સંતાન હતી. પૃથ્વી ચાર બહેનોના એક ના એક ભાઈ હતા. મોટી બહેન શકુંતલા, બીજી મીના, ગીતા અને નીતા. છઠ્ઠા ધોરણમાં પૃથ્વીએ સૈનિક શાળા રિવામાં એડમિશન લીધું હતું. ત્યાંથી જ એનડીએમાં પસંદગી પામ્યા હતા. વર્ષ 2000માં ભારતીય વાયુસેનામાં જોઈનિંગ થયું. વર્તમાન સમયે તેઓ વિંગ કમાન્ડર હતા.
વર્ષ 2007માં તેમના વિવાહ વૃંદાવનની રહેવાસી કામિની સાથે થયો હતો. તેમને બે બાળકો છે. મોટી પુત્રી આરાધ્યા 12 વર્ષ અને અવિરાજ નવ વર્ષનો છે. તેઓ પરિવારની સાથે વાયુસેના પરિસરમાં જ રહેતા હતા. પિતા સુરેન્દ્રસિંહ અને માતા સુશીલા દેવી સરન નગર સ્થિત ઘરમાં રહેતા હતા. પિતા સુરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, તેમની મોટી પુત્રી શકુંતલાએ ટીવીમાં સમાચાર જોયા બાદ પોતાના ભાઈને ફોન જોડ્યો હતો પરંતુ ભાઈનો ફોન બંધ આવતા તેમણે તેમની પત્નીને ફોન કર્યો હતો.
એરફોર્સ જોઈન કર્યાં બાદ પૃથ્વીની પહેલી પોસ્ટિંગ હૈદરાબાદમાં થઈ હતી. ત્યાંથી ગોરખપૂર, ગુવાહાટી, ઉદ્યમસિંહ નગર, જામનગર, અંડમાન નિકોબાર સહિત અન્ય એરફોર્સ સ્ટેશનમાં પણ ફરજ બજાવી ચૂક્યા હતા. તેમને એક વર્ષની તાલીમ માટે સૂડાન પણ મોકલવામાં આવ્યા હતા. તેઓ પ્રભાવશાળી અને અનુભવી પાઈલટ હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત