Homeદે ઘુમા કેવિનેશનું કુશ્તીને અલવિદા: "મા કુશ્તી મારી સામે જીતી ગઈ હું હારી ગઈ"

વિનેશનું કુશ્તીને અલવિદા: “મા કુશ્તી મારી સામે જીતી ગઈ હું હારી ગઈ”

Team Chabuk-Sports Desk: “મા કુશ્તી મારી સામે જીતી ગઈ હું હારી ગઈ માફ કરજો, તમારું સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું છે, મારી પાસે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024. હું હંમેશા આપ સૌની ઋણી રહીશ, માફ કરશો.”

આ શબ્દો છે ભારતીય કુશ્તીબાજ વિનેશ ફોગાટના. વિનેશ ફોગાટે કુશ્તીને અલવિદા કહી દીધું છે.આ નિર્ણય બાદ વિનેશને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હવે તેણે અચાનક એક મોટો નિર્ણય લઈને કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને તમામ ફેંસને ચોંકાવી દીધા છે.

ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટે આ ઈવેન્ટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી મેડલ ઈવેન્ટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું, પરંતુ તેનું વજન માત્ર 100 ગ્રામ વધુ હોવાથી તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી. વિનેશે પોતાનું વજન નિર્ધારિત મર્યાદા સુધી ઘટાડવા માટે ઘણા પ્રયત્નો પણ કર્યા હતા, જેમાં તેણે મેચની એક રાત પહેલા જોગિંગ અને સાયકલીંગ પણ કર્યું હતું, પરંતુ તેમ છતાં તેનું વજન 100 ગ્રામ જેટલું હતું.

વિનેશ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં અપીલ કરી છે. તેણે પોતાની ગેરલાયકાત સામે અપીલ કરી છે. ધી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે રમતગમત સંબંધિત વિવાદોનું નિરાકરણ કરે છે. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લેન્ડમાં છે અને તેની સ્થાપના 1984માં થઈ હતી. વિનેશ ફોગાટે CASને તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી છે.

મહત્વનું છે કે, વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ મેચ પહેલા 7 ઓગસ્ટના રોજ ગેરલાયક ઠેરવવામાં આવી હતી. મેડલ મેચ પહેલા વિનેશનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હતું, ત્યારબાદ મેચ અધિકારીઓએ તેને અયોગ્ય ઠેરવી હતી. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

vinesh Phogat (2)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments