Team Chabuk-Sports Desk: વિવિધ દેશના લેજન્ડ્સ ક્રિકેટરો વચ્ચે રમાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ-2021 પૂર્ણ થયા બાદ ખેલાડીઓમાં કોરોના સંક્રમણ ફેલાવાનું યથાવત છે. ભારતીય લેજન્ડ્સ ટીમના કેપ્ટન અને મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને યુસુફ પઠાણ કોરોનાથી સંક્રમિત થયા બાદ ભારતીય ટીમના ખેલાડીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનું યથાવત છે. સચિન તેંડુલકર અને યુસુફ પઠાણ કોરોના પોઝિટિવ થયા બાદ હવે સુબ્રમણ્યમ બદ્રીનાથને પણ કોરોના થયો છે. તમામ ખેલાડીઓ તાજેતરમાં જ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ભાગ લેવા માટે એકઠાં થયા હતા. સુબ્રમણ્યમ બદ્રીનાથે પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી અને હાલ તે હોમ ક્વોરેન્ટાઈન છે.
મહત્વનું છે કે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી-20માં ઇન્ડિયા લેજન્ડ્સ ટીમમાંથી અત્યાર સુધી ત્રણ ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં વધુ કેટલાક ખેલાડીઓ પણ કોરોના પોઝિટિવ થઈ શકે છે. બદ્રીનાથ પહેલા સચિન તેંડુલકર અને યુસુફ પઠાણને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
સુબ્રમણ્યમ બદ્રીનાથે પોતોના ટ્વિટર હેન્ડલ પરથી પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. બદ્રીનાથે ટ્વિટર પર લખ્યુ હતું કે, હું જરૂરી તમામ પ્રકારનું ધ્યાન રાખી રહ્યો છું અને નિયમિત રીતે ટેસ્ટ કરાવતો હતો. તેમ છતાં હું કોવિડ-19 પોઝિટિવ થયો છું અને મને હળવા લક્ષણો છે. હું તમામ પ્રોટોકોલનું પાલન કરીશ અને ઘરે જ સૌનાથી અલગ રહી રહ્યો છું અને ડોક્ટરની સલાહનું પાલન કરી રહ્યો છું.
સુબ્રમણ્યમ બદ્રીનાથ પહેલા ગત શનિવારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણ પણ કોરોના સંક્રમિત થયા હતા. સચિન તેંડુલકર અને યુસુફ પઠાણે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમથી આપી હતી. સચિને જણાવ્યું હતું કે તેમના પરિવારના અન્ય સભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સચિને જણાવ્યું હતું કે તેઓ સતત ટેસ્ટ કરાવી રહ્યા હતા અને કોરોનાથી બચવાના તમામ પગલાં ભરી રહ્યા હતા. હાલ સચિન તેંડુલકર હોમ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ભારતીય ટીમને ફાઈનલમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યુસુફ પઠાણે પણ સોશિયલ મીડિયા પર પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી અને સંપર્કમાં આવેલા તમામ લોકોને ઝડપથી ટેસ્ટ કરાવવા માટે કહ્યું હતું. કોરોના પોઝિટિવ થયા પછી યુસુફ પઠાણ પણ હાલ હોમ ક્વોરેન્ટાઈન છે.
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં વિશ્વના 7 દેશના 93 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં નિવૃત્ત થઈ ગયેલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફાઈનલ મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થયો હતો જેમાં ભારતીય ટીમે શ્રીલંકન ટીમને હરાવીને રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટુર્નામેન્ટ જીતી લીધી હતી.
રાયપુર ખાતે ડ્રેસિંગ રૂમમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ 16 માર્ચે કેકથી હોળી પણ રમી હતી. આ દિવસે સચિન તેંડુલકરની 100 સદી પણ પૂર્ણ થઈ હોવાથી ઉજવણી કરવામાં આવી હતી. સચિને આ કેકને કાપી હતી અને ત્યારબાદ ખેલાડીઓએ એકબીજાના ચહેરા પર આ કેક લગાવી હતી. ત્યારે આ પ્રકારની ઉજવણીથી પણ ખેલાડીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત