Team Chabuk-National Desk: દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં પીજી કરતી મહિલા ડૉક્ટરે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી લીધી. ડોક્ટરની ઓળખ અથિરા પાર્વતી મનોન તરીકે થઈ છે. 24 વર્ષની અથિરા એનેસ્થેસિયામાં પીજી કરી રહી હતી. હાલ પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
કેરળના કોચીની રહેવાસી અથિરાએ કર્ણાટકમાંથી એમબીબીએસ કર્યું છે. આ પછી, તેણે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે 2020 માં મૌલાના આઝાદ કોલેજમાં પ્રવેશ લીધો હતો. મળતી માહિતી મુજબ, અથિરા કોલેજ કેમ્પસની બહાર પીજીમાં રહેતી હતી. અથિરાના રૂમનો દરવાજો ન ખુલતા તેની સાથે રહેતી વિદ્યાર્થીનીઓએ આજે સવારે પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસે સ્થળ પર પહોંચીને દરવાજો તોડ્યો તો અંદર અથિરા બેભાન અવસ્થામાં પડી હતી.
આશ્ચર્યની વાત એ છે કે તેના કાંડામાં કેનેલા લાગેલું હતું. તેની મદદથી શરીરમા દવા નાખવામાં આવે છે. પોલીસને શંકા છે કે અથિરાએ એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધો છે. જેના કારણે તેનું મોત થયું હતું.સુસાઇડ નોટ ન મળવાના કારણે પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અથિરા એમબીબીએસના અભ્યાસ દરમિયાન ડોક્ટર સાથે વાત કરતી હતી. તે ડોક્ટરે બીજે લગ્ન કર્યા હતા. ત્યારથી અથિરા ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત