Homeગામનાં ચોરે119ને પદ્મ પુરસ્કાર : જે દેશના વડાએ અમદાવાદમાં રોડ શો કર્યો હતો...

119ને પદ્મ પુરસ્કાર : જે દેશના વડાએ અમદાવાદમાં રોડ શો કર્યો હતો તેમને પદ્મ વિભૂષણ મળ્યું

Team Chabuk- National Desk: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે પદ્મ પુરસ્કારની જાહેરાત કરી હતી. સોમવારે દેશના સર્વોચ્ય નાગરિક સન્માન એવા પદ્મ પુરસ્કાર મેળવનારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એમ અલગ અલગ ત્રણ સન્માન મેળવનાર હસ્તીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્રણેય કેટેગરીમાં કૂલ 119 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

119 લોકોને પદ્મ પુરસ્કાર અપાયા છે તેમાં 7 લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ અને 102 લોકોને પદ્મ શ્રી પુરસ્કાર માટે પસંદ કરાયા છે.

પદ્મ વિભૂષણથી સન્માનિત થનાર હસ્તી

જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેને લોકસેવા માટે પદ્મ વિભૂષણ સન્માન અપાયું છે. આ ઉપરાંત ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ (મરણોપરાંત), કર્ણાટકના ડૉ. બેલ્લે મોનપ્પા હેગડે, અમેરિકાના નારિંદર સિંહ કપાની, દિલ્હીના મૌલાના વહીદુદ્દીન ખાન, દિલ્હીના બીબી લાલ અને ઓરિસ્સાના સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન સાહૂને પદ્મ વિભૂષણ સન્માન અપાયું છે.

આ 10 લોકોને પદ્મ ભૂષણ

પદ્મ ભૂષણ મેળવનાર હસ્તીઓમાં કૃષ્ણન નાયર શાંતકુમારી, તરુણ ગોગોઈ (મરણોપરાંત), ચંદ્રશેખર કંબરા, લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજન, નૃપેન્દ્ર મિશ્ર, રામ વિલાસ પાસવાન (મરણોપરાંત), કેશુભાઈ પટેલ (મરણોપરાંત), કલ્બે સાદિક (મરણોપરાંત), રજનીકાંત દેવીદાસ શ્રોફ, તરલોચન સિંહનો સમાવેશ થાય છે.

ગુજરાતની આ હસ્તીઓને પદ્મ પુરસ્કાર

7 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારનું સૌભાગ્ય સાંપડ્યું છે. જેમાં બે લોકોને પદ્મ ભૂષણ અને 5ને પદ્મ શ્રી સન્માન મળ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને (મરણોપરાંત) પદ્મ ભૂષણથી સન્માન મળ્યું છે. ગત ઓક્ટોબર માસમાં જ કેશુભાઈ પટેલનું નિધન થયું હતું. ગુજરાતના કચ્છમાં જન્મેલા અને યુપીએલના ફાઉન્ડર રજનિકાંત શ્રોફને પણ પદ્મ ભૂષણ સન્માન મળ્યું છે. આ ઉપરાંત ગુજરાતની પાંચ હસ્તીઓને પદ્મ શ્રી સન્માન મળ્યું છે જેમાં, ચંદ્રકાંત મહેતા, દાદુદાન ગઢવી, મહેશ કનોડીયા અને નરેશ કનોડીયા (સંયુક્ત- મરણોપરાંત), જસવંતીબેન પોપટ, ફાધર વાલેસ (મરણોપરાંત)નો સમાવેશ થાય છે.

102 પદ્મ શ્રી પુરસ્કાર મેળવનારમાં ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિંહા, બ્રિટિશ ફિલ્મ ડાયરેક્ટ પીટર બ્રુક, પ્રોફેસર ચમન લાલ સપ્રુ (મરણોપરાંત)ના નામ સામેલ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments