Team Chabuk-Sports Desk: પાકિસ્તાન ક્રિકેટ ટીમની એક તસવીર વાઈરલ થઈ છે. આ તસવીરમાં તેણે ભારતના નામની જગ્યાએ સંયુક્ત અરબ અમીરાતનું નામ લખાવ્યું છે. ટૂર્નામેન્ટની મહેમાનગતિ ભારત કરી રહ્યું છે. જોકે કોવિડ-19ના કારણે ટૂર્નામેન્ટ યુએઈ અને ઓમાનમાં રમવામાં આવી રહ્યો છે.
ભારતના વિશ્વકપ અભિયાનનો આરંભ પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે 24 ઓક્ટોબરથી થશે. જોકે મેચ પહેલા જ વિપક્ષી ટીમે માઈન્ડ ગેમ રમવાનો આરંભ કરી દીધો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નિયમો પ્રમાણે, ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમને પોતાની જર્સીની જમણી બાજુ યજમાન દેશનું નામ લખવાનું હોય છે. પણ પાકિસ્તાને નીચે યુએઈ લખ્યું છે.
🇵🇰 Unofficial Unveiling of Pakistan’s #T20WorldCup2021 kit ft. National Skipper Babar Azam 💚#RateIt@T20WorldCup @TheRealPCB @babarazam258 pic.twitter.com/khMjiYCdGf
— Imran Emi🇵🇰 (@Imran_emi1) October 7, 2021
ભારતમાં કોરોના વાઈરસનો પ્રકોપ એક સમયે વધી રહ્યો હતો. જેથી બીસીસીઆઈએ જે વિશ્વકપ ભારતમાં થવાનો હતો, તેને બદલી યુએઈ અને ઓમાનમાં શિફ્ટ કરી દીધો. અધિકારીક રીતે યજમાન ભારત જ છે અને દરેક પ્રકારના લોગોમાં યજમાન ટીમ તરીકે ભારતનું જ નામ લખવામાં આવ્યું છે. એવામાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની આ હરકતથી બીસીસીઆઈ જરૂર નિરાશ છે. વાઈરલ થઈ રહેલી તસવીરમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ વિશ્વકપની જર્સી સાથે દેખાઈ રહ્યો છે, પણ તેમાં ભારતની જગ્યાએ યુએઈનું નામ છે.
અત્યાર સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા તેને અધિકારીક રીતે લોન્ચ કરવામાં નથી આવી. જો આ જર્સી સાથે જ ટીમ મેદાનમાં ઉતરે છે તો આઈસીસી અને બીસીસીઆઈ તેની વિરૂદ્ધ એક્શન લઈ શકે છે. કેટલીક ટીમોએ પહેલા જ પોતાની જર્સી લોન્ચ કરી દીધી છે. જેમાં સ્કોટલેન્ડ અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે. તેમની જર્સીમાં યજમાન દેશ ભારતનું નામ છે. હવે જોવાનું એ છે કે પાકિસ્તાન આ જર્સી સાથે જ રમે છે કે પછી જર્સીમાં કોઈ પરિવર્તન લાવે છે.
🟠🔥 Isn’t she a beauty 😎
— Cricket🏏Netherlands (@KNCBcricket) October 5, 2021
Check out our kit at the @graynics webshop!#CricketNL #T20WorldCup https://t.co/FnvdjkBiXu
જણાવી દઈએ કે વિશ્વકપની શરૂઆત 17 ઓક્ટોબરથી થવાની છે. ઉદ્ધાટન મેચમાં ઓમાનનો સામનો પાપુઆ ન્યૂ ગિની (પીએનજી) જ્યારે બાંગ્લાદેશનો મુકાબલો સ્કોટલેન્ડની સામે થશે. બીજી બાજુ સુપર 12 રાઉન્ડની શરૂઆત 23 ઓક્ટોબરથી થશે. જેમાં ભારત પોતાની પ્રથમ મેચ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનની વિરૂદ્ધ રમશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત