Team Chabuk-National Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટની ઈ-હરરાજીનો ગુરૂવારના રોજ અંતિમ દિવસ હતો. હરરાજીમાં ધાર્મિક કલાકૃતિઓ લોકોને સૌથી વધારે પસંદ આવી હતી. આ સિવાય ઓલિમ્પિકના રમતના સાધનોની સૌથી વધારે બોલી લાગી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ માટે પ્રતિષ્ઠિત ઉપહારો અને સ્મૃતિ ચિન્હોની હરરાજીનો ત્રીજો તબક્કો 17મી સપ્ટેમ્બરના રોજથી શરૂ થયો હતો અને સાત ઓક્ટોબર 2021 સુધી વેબસાઈટ www.pmmementos.gov.in ના માધ્યમથી આયોજીત કરવામાં આવ્યો હતો. હરરાજીથી થનારી આવક નમામિ ગંગે યોજનામાં ઉપયોગમાં લેવામાં આવશે.

ત્રીજા તબક્કાની ઓનલાઈન હરરાજી માટે કુલ 1348 સ્મૃતિ ચિન્હ રાખવામાં આવ્યા હતા. જેણે જનતાની વચ્ચે આકર્ષણ પેદા કર્યું હતું. હરરાજીની મુખ્ય વસ્તુઓમાં ઓલિમ્પિક પદક વિજેતાઓના રમતના સાધનો, અયોધ્યાનું રામમંદિર મોડલ, વારાણસીનું રુદ્રાસ સભાગાર અને કેટલીય કીમતી અને રસપ્રદ સંગ્રહણીય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ માટે 8600 કરતા વધારે બોલી લાગી હતી.

ઓનલાઈન હરરાજીમાં સૌથી વધારે 140 બોલી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિની લાગી હતી. તો ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાની તરફથી પીએમ મોદીને આપવામાં આવેલ જ્વેલીનના (ભાલુ) સૌથી વધારે 1.5 કરોડ રૂપિયા ઉપજ્યા હતા.

જે ભેટ માટે સૌથી વધારે બોલી લાગી તેમાં ગણેશજીની લાકડાની મૂર્તિની 117, પુણે મેટ્રો લાઈન સ્મૃતિ ચિહ્નન 104 અને વિજય લો સ્મૃતિ ચિન્હ 98નો સમાવેશ થાય છે. નીરજ ચોપડાના જ્વેલીન સિવાય ભવાની દેવીના હસ્તાક્ષરવાળી ફેન્સની 1.25 કરોડ રૂપિયામાં બોલી લાગી હતી. તો સુમિત અંતિલના જ્વેલિનના 1.2 કરોડ રૂપિયા સુધી બોલી લાગી. ટોક્યો ઓલિમ્પિક 2020ના પેરાઓલિમ્પિક ખેલાડીઓના હસ્તાક્ષરવાળા ટીશર્ટના એક કરોડ રૂપિયા ઉપજ્યા હતા. લવલીના બોરગોહેનના બોક્સિંગ ગ્લોવ્ઝની કિંમત 91 લાખ લાગી હતી.

નીરજ ચોપડાએ 16 ઓગસ્ટના આયોજીત ભારતીય ઓલિમ્પિક દળના સમ્માન સમારોહ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનું ભાલું ભેટમાં આપ્યું હતું. એ પછી ભાલા સહિત ટોક્યો ઓલિમ્પિકના ખેલાડીઓના વિવિધ રમત ઉપકરણો પણ ઓનલાઈન હરરાજીમાં મૂકવામાં આવ્યા હતા. નીરજ ચોપડાનું ભાલું નોર્ડિક સ્પોર્ટ્સ દ્વારા નિર્મિત છે. જેની બજારમાં કિંમત 80,000 છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત